કેદીએ રજા પૂર્ણ થયા બાદ 3 ડિસેમ્બરે પરત જેલમાં હાજર થવાનું હતું
વડોદરા તારીખ 11
ગોધરામાં આવેલા પુલન બજારમાં રહેતો આરોપી હત્યાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં ઘણા વર્ષોથી સજા કાપી રહ્યો હતો. દરમિયાન તેને 51 દિવસની પેરોલ રજા પર મુક્ત કરાયો હતો પરંતુ રજા પૂર્ણ થયા બાદ 3 ડિસેમ્બરે તેને પરત જેલમાં હાજર થવાનું હતું. જોકે આ કેદી જેલમાં હાજર થયા વિના બારોબાર ફરાર થઈ ગયો હતો. જેલરે પાકા કામના કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા પુલન બજાર ખાતે રહેતા ઈરફાન અબ્દુલ મજીદ ઘાંચી કલંદર ઉર્ફે ઈરફાને ભાભા કલંદરને હત્યાના ગુનામાં કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફોટા કાઢવામાં આવી છે. જેના કારણે હત્યાના ગુનામાં આ આરોપી પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં 13 વર્ષથી સજા કાપી રહ્યો હતો સજા કાપી રહ્યો હતો. દરમિયાન આ કેદીએ પેરોલ રજા પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જોકે કેદીની અરજી મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ આ પાકા કામના કેદી ને ગત 21 સપ્ટેમ્બર 2024ના રોજ 51 દિવસ માટે પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો અને 22 નવેમ્બરના રોજ કેદીએ પરત વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. ત્યારબાદ વધુ દિવસની રજા મંજૂર કરવામાં આવતા 3 ડિસેમ્બરના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમાં પરત હાજર નહીં થઈને બારોબાર ફરાર થઈ ગયો હતો. જેના કારણે સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા જેલર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરાર થઈ ગયેલા કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.