Vadodara

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોબ્રા સાપનું રેસ્ક્યું કરાયુ

હાલમાં ચોમાસાનો મહોલ ચાલી રહ્યો છે ત્યારે દરોમાં પાણી ભરાઈ જવાના કારણે શરીર રૂપો બહાર નીકળી આવતા હોય છે. આવો એક સાપ વડોદરા સેન્ટ્રલ જેલમાં ઘૂસી આવ્યો હતો. એના કારણે જેલના પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે વાયર લાઈફ વેસ્ટ ટીમના વોલીએન્ટરે અત્યંત ઝેરી કહેવાતા કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો.

વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર બુધવારે મોડી રાત્રે પોણા બાર કલાકની આસપાસ શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે, સાપ જેલની અંદર આવી ગયો છે જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે પોતાના વોલીએન્ટરને સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યા હતા. જ્યાં વોલિએન્ટરે જઈ તપાસ કરતા ઝેરી સાપ કોબ્રા હોવાનું જણાય આવ્યું હતું. જેને ભારે જહેમત બાદ સહી સલામત રીતે 12:05 કલાકેની આસપાસ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ ઘણી વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરીસૃપો આવી જવાની ઘટનાથી જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થતા હોય છે.

Most Popular

To Top