વડોદરા તારીખ 27
સયાજીગંજ વિસ્તારમાં આણંદ જવા માટે દંપતી બસની રાહ જોઈને સેન્ટ્રલ એસટી ડેપોમાં પ્લેટફોર્મ પર ઊભું હતું. દરમિયાન પતિ બસ જોવા માટે આગળ ગયા હતા ત્યારે કોઈ ગઠિયાએ વૃદ્ધ મહિલાના ગળામાંથી રૂ. 70 હજારની સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો. જેથી વૃદ્ધા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી માનવ મંદિર સોસાયટીમાં રહેતા ક્રિષ્ણાબેન પરમાર 23 ફેબ્રુઆરીના રોજ આણંદ ખાતે રહેતા સબંધીને ત્યા મળવા માટે જતા હતા. જેથી તેઓ પતિ સાથે વડોદરા સેન્ટ્રલ એસ. ટી. ડેપો ખાતે ગયા હતા અને પ્લેટફોર્મ નં-10 ઉપરથી આણંદની બસો રાહ જોઈને ઉભા હતા. દરમ્યાન બપોરના એક બસ પ્લેટફોર્મ નં-10 ઉપર આવતા તેમના પતિ બસનુ બોર્ડ જોવા માટે ગયા ત્યાં ગયા હતા. ત્યારે વૃદ્ધા પ્લેટફોર્મ પર ઉભા હતા. તે દરમિયાન પાછળથી કોઈ શખ્સ તેમના ગળામાથી એક તોલાની રૂપિયા 70 હજારની સોનાની ચેઈન તોડી ભાગ્યો હતો. ચોર એસ. ટી. ડેપોના શૌચાલય તરફ ભાગ્યો હતો તેનો વૃદ્ધાએ તેમના પતિ સાથે દોડીને ચોરનો પિછો કર્યો હતો પરંતુ ગઠિયો હાથમાં આવ્યો ન હતો. વૃદ્ધાની તે સમયે તબિયત સારી ન હોય પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જેના કારણે 26 ફેબ્રુઆરીના રોજ વૃદ્ધાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવીને ચેન તોડી ભાગી જનાર ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
