Vadodara

વડોદરા : સુરતથી વડોદરા તરફ આવતા રુ. 11.52 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ચાલકની ધરપકડ કરી વરણામા પોલીસને સોંપ્યો

દારૂ, ટેમ્પો અને મોબાઇલ મળી રૂ. 21.57 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

પ્રતિનિધિ વડોદરા તા.14

વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરતથી વડોદરા તરફ આવી રહેલા ટેમ્પાને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાંથી 11.52 લાખનો દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી હતી. વિદેશી દારૂ અને ટેમ્પા સહિત 21.57 લાખ ના મુદ્દા માલ કબજે કરીને વરણામા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. તાજેતરમાં જ જિલ્લા એલસીબીએ ગોધરા વડોદરા રોડ પર જરોદ રેફરલ ચોકડી પાસેથી ટેન્કર માંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેથી એલસીબી દ્વારા નેશનલ હાઈવે પર થી વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખી રહ્યા હતા. દરમિયાન સાત જુલાઈના રોજ એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરતથી વડોદરા તરફ આગળ જવાનો છે અને હાલમાં કરજણ પસાર કરી નાખ્યું છે. જેથી એલસીબી ટીમ વરણામા પોલીસ સ્ટેશનની હદના ખાલસા હોટલ સામે કરજણ તરફથી વડોદરા આવતી હાઇવે ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે ઉભો રખાવ્યો હતો ત્યારે ટેમ્પામાં ડ્રાઇવર એકલો જ હોય તેને નીચે ઉતારી ટેમ્પામાં તપાસ કરતા રુ.11.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક ગીન્દરસીંગ નછત્તરસીંગ મજબીશખ (રહે.નીધાનવાલા તા.જી.મોગા થાણા કાલાતણા (પંજાબ)સાથે  દારૂ તથા ટેમ્પો  મળી રુ.21.57 લાખનો  મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top