પ્રતિનિધિ વડોદરા તારીખ 2
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા સાડીના વેપારીના મકાનને નિશાન બનાવીને ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગના તસ્કરોએ લીરે લીરા ઉડાવ્યા હતા. ફ્લેટમાં અન્ય લોકોના મકાનના દરવાજાને બહારથી કડી માર્યા બાદ તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી લાખોની મકાની ચોરી કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. પોલીસે તુરંત સ્થળ પર દોડી આવીને ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
સમગ્ર વડોદરા શહેરને જાણે તસ્કરો એ બાનમાં લીધું હોય તેમ રોજ અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપીને પોલીસના નાઈટ પેટ્રોલિંગના સરેઆમ લીરી લીરા ઉડાવી રહ્યા છે. જાણે પોલીસ પણ આ તસ્કરો સામે પાંગણી સાબિત થતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે બધું એકવાર સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના સાડીઓના વેપારી ધોળકા ખાતે માતાજીના માંડવાના પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રિના સમયે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફ્લેટમાં વેપારીના મકાનની આજુબાજુ રહેતા પાડોશીઓના મકાનના દરવાજાની કડી માર્યા બાદ ચોરો વેપારીના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લાખોની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશીઓ ઉઠ્યા ત્યારે તેમના મકાનના દરવાજા ખોલી શકાય ન હતા જેથી તેઓએ ફોન કરીને તેમના સબંધીઓને દરવાજો ખોલવા માટે જણાવ્યું હતું. ફ્લેટના તમામ લોકો બહાર આવ્યા બાદ ચકાસણી કરતા વેપારીના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી અને નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
