આરોપીઓ પાસેથી લૂંટની રકમમાંથી રૂ.15,000 રિકવર કરાયાં
(પ્રતિનિધિ) વડોદરા તા. 03
શહેરના સિધ્ધનાથ રોડ ખાતે કપડાં વાસણની દુકાનના વેપારી પાસેથી ગત તા.30-05-2025 ના રોજ દુકાનમાં બે સાગરીતો સાથે પહોંચી રીઢા ગુનેગારે રૂ.50,000 ની ખંડણી માંગી હતી જેમાં તેણે સાગરિતો સાથે ગ્લાસમાંથી રૂ.23,000 કાઢી લીધા હતા સમગ્ર બનાવ અંગે વેપારી દ્વારા ગત તા.02-06-2025 ના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ રીઢા ગુનેગાર તથા તેના બે સાગરીતો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ન્યૂ ખંડેરાવ રોડ સ્થિત વિજયનગર સોસાયટી નં.1 માં દીનેશભાઈ મોતીભાઇ શાહ રહે છે અને શહેરના સિધ્ધનાથ રોડ સ્થિત ભાગ્યોદય કોમ્પલેક્ષમા દુકાન નંબર 20 માં કાપડ અને વાસણનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓના પત્ની નું વર્ષ 2020માં અવસાન થયું હતું ત્રણ સંતાનો અલગ રહે છે.ગત તા. 30-05-2025 માં દીનેશભાઈ પોતાની દુકાન પર હાજર હતા તે દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા માથાભારે ઇસમ ઇરફાન ઉર્ફે રાજા તેના બે સાગરીતો સાથે દૂકાને પહોંચી અને વેપારીને બે જણાએ પકડી રાખી ઇરફાન ઉર્ફે રાજાએ કહ્યું હતું કે “અગાઉ તે મને જેલમાં નંખાયો હતો તેના ખર્ચા પાણી પેટે રૂ.50,000 આપ” જેથી વેપારીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી તે દરમિયાન ઇરફાને વેપારીને ખભા પર તેમજ માથામાં તથા પેટમાં ફેંટો મારી દૂકાનના કબાટના ગ્લ્લામાથી આશરે રૂ 23,000 ની રકમ કાઢી લીધી હતી. ઇરફાને જતાં જતાં ધમકી આપી હતી કે ” પાંચ તારીખ કો પાંચ બજે આઉગા પચાસ હજાર રૂપયે તૈયાર રખના વરના તેરા ગલા કાટ દુંગા”તે રીતે બળજબરી પૂર્વક ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ અંગે ગત તા.02-06-2025 ના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ રીઢા ગુનેગાર ઇરફાન ઉર્ફે રાજા અને તેના બે સાગરીતો ને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે