Vadodara

વડોદરા : સાહેબ, હવે તો અમારી રજૂઆત સાંભળો, લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત

પાણીગેટ મદની મહોલ્લામાં ઉભરાતી ગતરોથી રહીશો ત્રાહિમામ :

વોર્ડ નં-15ની કચેરીમાં અનેક ફરિયાદ, અધિકારીઓ સાંભળતા નહિ હોવાના આક્ષેપ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.26

વડોદરાના પાણીગેટ શાક માર્કેટ પાસે આવેલા મદની મહોલ્લાના લોકો નર્કગાર ભર્યું જીવન ગુજારવા મજબુર બન્યા છે. છેલ્લા દોઢ મહિનાથી ડ્રેનેજો ઉભરાઈ રહી છે. લોકોના ઘરોમાં દૂષિત મળ મૂત્રવાળા પાણી પ્રવેશી ગયા છે. વોર્ડ નંબર 15 ની કચેરીમાં અનેક ફરિયાદ કરવામાં આવી છતાં પણ આજદીન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં નહિ આવતા લોકોમાં રોગચાળો વકરવાની દહેશત ફેલાઈ છે.

એક તરફ 45 ડિગ્રી ગરમીનું તાપમાન , આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. બીજી તરફ દૂષિતમય વાતાવરણના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. પાણીગેટ શાક માર્કેટ પાસે આવેલ મદની મહોલ્લામાં છેલ્લા દોઢ મહિનાથી ડ્રેનેજો ઉભરાઈ રહી છે. જેના કારણે લોકોના ઘરોમાં પણ ડ્રેનેજો ચોકઅપ થઈ જતા દૂષિત ગંદા પાણી ફેલાયા છે. ભાડા ખર્ચી વોર્ડ 15 ની ઓફિસમાં અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં આજદીન સુધી લોકોની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી.

લોકોએ આક્ષેપ કર્યા હતા કે વિસ્તારના કોર્પોરેટર પણ ધ્યાન આપતા નથી. રજૂઆત કરવા જઈએ છે તો અધિકારીઓ ખુરશી છોડી ચાલ્યા જાય છે. માણસો આવે છે અને માત્ર સળિયા મારી જતા રહે છે. પરંતુ, સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવતું નથી. નાના બાળકો વૃદ્ધો ગરમીમાં બહાર પણ કેવી રીતે બેસે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે. રોગચાળો ફેલાશે અને લોકો બીમારીમાં સપડાશે તો જવાબદાર કોણ ? મ્યુ.કમિશ્નર , મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ રજૂઆત સાંભળી સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવે તેવી વિસ્તારના લોકોએ માંગણી કરી હતી.

Most Popular

To Top