વડોદરામાં મકાન લેવાનું છે તેમ કહીને રૂપિયા 10 લાખની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાનો યુવતીના કાકાનો આક્ષેપ
વડોદરા તારીખ 31
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ગાઠવેલ ગામની વતની અને ગોરવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિ અને સાસરિયાની દહેજ માટેની સતત કરવામા આવતી માંગણીઓથી કંટાળીને ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ગોરવા પોલીસે લાશને પીએમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રની પુજા પાટિલના લગ્ન વર્ષ 2021માં ગાઠવેલ ગામના પ્રમોદ ગોપાલ પાટિલ સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. દરમિયાન દંપતી છેલ્લા ત્રણ મહિનાથી વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેવા માટે આવ્યું હતું. મહિલા પતિ ગોરવા વિસ્તારમાં નોકરી કરતા હતા. ઘણા સમયથી પરિણીતા પાસે પતિ સહીતનાઆ સાસારીયા દેહજની માંગણી કરી હેરાન પરેશાન કરતા હતા.
પરંતુ દિવાળી બાદ તો પરિણીતાને પતિ તથા તેની સાસુ, બે નણંદ અને સસરા વડોદરામાં મકાન લેવાનું કહીને પરિણીતા પાસે રૂપિયા 10 લાખની માંગણી કરી ને હેરાન પરેશાન કરી રહ્યા હતા. દહેજની સતત માંગણીઓ અને ત્રાસના કારણે પુંજા પાટિલ કંટાળી ગઈ હતી અને ગોરવામાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ હતું. ગોરવા પોલીસને પરિણીતાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની જાણ થતા તત્કાલિક તાત્કાલિક સ્થળ પર આંખને પીએમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પૂજા પાટીલના પરિજનોએ આક્ષેપ કર્યા હતા કે લગ્ન બાદથી જ પૂજાના પતિ પ્રમોદ પાટિલ અને તેના સાસરિયાં વારંવાર પુંજા પાસેથી દહેજની માંગણી કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી ગયેલી મારી દીકરીએ આપઘાત કરી દીધો છે. પૂજાના પતિ સાસુ સસરા અને બે નણંદ અને જન્મ ટીપની સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે.