કલ્યાણપુરા ગામેથી એક લાખનો 510 લીટર દારૂ, 4.50 લાખનો 1800 લીટર વોશ સહિતના 5.71 લાખનો મુદ્દામાલ કબજે, એક શખ્સની ધરપકડ જ્યારે 6 આરોપી વોન્ટેડ
પ્રતિનિધિ વડોદરા તા.28
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામે ધમધમતા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડીને રૂ. 1.02 લખના 510 લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે 6 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. એસએમસીએ દારૂ 1.02 લાખ, દારૂ બનાવવાનો વોશ રૂ.4.50 લાખ સહિત રૂ. 5.71 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસને સોંપ્યો હતો.
વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અવારનવાર સપાટો બોલાવતી રહેતી હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને 28 સપ્ટેમ્બરને શનિવારના રોજ બાતમી મળી હતી કે મંજુસર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા કલ્યાણપુરા ગામ રાકેશ ઠાકોરના ઘરની પાછળ ખુલ્લી જગ્યા તથા વિશ્વામિત્રી નદીની કોતરમાં દેશી દારૂ બનાવવીના ભઠ્ઠી બનાવી દારૂનો બનાવવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જેના આધારે એસએમસીના પીએસઆઇ એચ વી તડવી સહિતની ટીમ બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે દારૂની ભઠ્ઠી પરથી રાકેશ ઠાકોરભાઇ ઠાકોર (રહે. કલ્યાણપુરા ગામ, તા. સાવલી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ગીરીશ ઠાકોર, મનહર મોતી ઠાકોર, ગોપાલ અર્જુન ઠાકોર, વનરાજ ઠાકોર ઠાકોર, રાકેશ ચીમન ઠાકોર તથા મોબાઇલ મલિકને ને વોન્ટેડ જાહેર કર્યા હતા. એસએમસીએ સ્થળ પરથી દેશી દારૂ 1.02 લાખ, અન્ય વસ્તુઓ 19 હજાર, દારૂ બનાવવનો વોશ રૂ.4.50 લાખ મળી રૂ.5.71 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસને સોંપવામાં આવ્યો હતો.