સમગ્ર દેશ અને રાજ્યમાં વરસી રહેલા વરસાદ ને જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તેમાં મોટા શહેરોની સાથે સાથે નાના નાના ગામડાઓની હાલત પણ કફોડી બની છે જેમાં વડોદરા જિલ્લો અને તાલુકાઓ પણ બાકી નથી ત્યારે વડોદરા જીલ્લાના સાવલી તાલુકાનું ગામ પીલોલમાં પણ વિશ્વામિત્રી નદીમાં આવેલા નવા નીરથી સાઘારણ પૂર આવવાથી પીલોલ ગામ બેટમાં ફેરવાઇ જાય છે જેથી પિલોલ ગામના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે જેથી વડોદરા અને સાવલી ભણવા જતા વિધાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે અને નોકરિયાત વર્ગ, પશુ પાલકો ને ઘાસચારો લાવવામાં અને મેડિકલ ઈમરજન્સી જેવા અનેક સમસ્યાઓ ઉભી થઇ છે . વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂર થી બચાવવા તંત્ર ધ્વારા 1200 કરોડ નદીને પહોળી કરવા માટે નો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓને ગ્રામજનો દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આ વિશ્વામિત્રીના પુલ ની લંબાઈ વધારવામા આવે અને પીલોલ થી આસોજ જતા રસ્તા ઉપર રેલવે અંડરપાસ માંથી પાણી કાઢવાની સમસ્યાનું કાયમ માટે નિરાકરણ લાવે જેથી કરી મોટી પૂરની દુર્ઘટનાથી ગ્રામજનો બચી શકે ગ્રામજનો પણ ભારત દેશ ના જ નાગરિક છે અને મતદાર છે.