મંજુસર જીઆઇડીસી અને વડોદરા ફાયરબ્રિગેડની વિવિધ ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ

( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી ખાનગી એએમએસ નામની કંપનીમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બનાવની જાણ થતા જ વડોદરા અને મંજુસર ફાયર ફાયટરો ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ જીઆઇડીસી ની અંદર નેટા ફિમ ચોકડી પાસેની કંપની AMS એડવાન્સ મેડ ટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ મંજુસર જીઆઇડીસી અને વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. વહેલી સવારે લાગેલ આગ પર કાબુ મેળવવા હાલ પ્રયાસ કરાઈ રહ્યો છે. કંપનીની અલગ અલગ બાજુએ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે તજવીજ હાથધરવામાં આવી રહી છે. હાલ, નુકસાનનો અંદાજ અને આગ લાગ્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

