દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા : ગ્રામજનોમાં ફફડાટ
મેજર કોલ જાહેર કરાયો,આગ પર કાબુ મેળવવા પ્રયાસ

( પ્રતિનિધિ )વડોદરા,તા.14
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંબડાપુરા ગામ પાસે આવેલી કેનાલ નજીક પી.આઈ. પોલી બ્લેન્ડઝ કંપનનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે ચડ્યા હતા. આસપાસના લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. બનાવની જાણ થતા જ મેજર કોલ જાહેર કરાયો હતો. બનાવને પગલે ફાયરબ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગામડાપુરા ગામ પાસે આવેલી પી.આઈ પોલીસ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. એકાએક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બનાવને પગલે મેજર કોલ જાહેર કરાયો છે. ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્લાસ્ટિકના દાણા બનાવતી પી.આઈ પોલીબ્લેન્ડઝ નામની કંપનીમાં આકસ્મિક આગ લાગી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જોકે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.