અકસ્માત સર્જી ચાલક પોલીસની શરણે :
વડોદરાના ગોત્રી તળાવ પાસે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. એક કાર રોડ સાઈડ ઉભી હતી. દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલ એક કારના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા એક બાઈક સવાર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે બે કાર વચ્ચે બાઈક ચાલકનું પણ કચ્ચરઘાણ બોલાઈ ગયું હતું.અકસ્માતમાં બાઈક ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે આગ અને અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ પોલીસ ચોપડે અકસ્માતના અને કેસ અને ફાયરબ્રિગેડમાં આગના કોલ મળી રહ્યા છે. તેવામાં શહેરના પશ્ચિમ વિસ્તાર ગોત્રી તળાવ પાસે પણ એક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સોમાતળાવ વિસ્તારમાં રહેતા શાળો બનેવી સારંગપુર દર્શન કરી વડોદરા પરત ફરી રહ્યા હતા અને કાર મહેશભાઈ કાર ચલાવી રહ્યા હતા અને તેમનો શાળો ઘનશ્યામભાઈ કારમાં પાછળ આરામ ફરમાવી રહ્યા હતા. તેવામાં ગોત્રી તળાવ પાસે મહેશભાઈએ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉભેલા એક બાઈક ચાલકને ટક્કર મારવા સાથે અન્ય ઉભેલી કાર સાથે પાછળથી તેઓની કાર ભટકાઈ હતી. ધડાકાભેર અવાજ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં બે કાર વચ્ચે બાઈકનું કચ્ચરઘાણ વળી ગયું હતું. જ્યારે બાઈક ચાલકને ઇજા પહોંચતા તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સ્થાનિકોના કયા મુજબ કારચાલક મહેશભાઈ પોતે પોલીસ મથકે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.