Vadodara

વડોદરા : સાયબર માફિયાની ડિજિટલ એરેસ્ટની નવી મોડેસ ઓપરેન્ડી, વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ શરૂ કર્યો

વડોદરા તારીખ 21
સાયબર માફીયાઓ દ્વારા હવે નવો કિમીયો અપનાવવામાં આવી રહ્યો છે અને જેમાં તેઓ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને હવે ડિજિટલ એરેસ્ટ પ્રકારના ખતરનાક સાઇબર ક્રાઇમને અંજામ આપી રહ્યા છે. અગાઉ આ માફિયા ભારતીય ડોક્યુમેન્ટ્સના આધારે અલગ અલગ સિમ કાર્ડ મેળવી તેના પરથી કોલ કરીને નેટવર્ક ચલાવતા હતા. પરંતુ સરકાર દ્વારા ઘણા બધા મોબાઈલ નંબર અને લાખોની સંખ્યામાં વોટ્સએપ નંબર બ્લોક કરતા હવે માફિયાઓએ મોડસ ઓપરેન્ડી બદલી લોકોને છેતરવા નવી તરકીબ અજમાવી છે.
ડિજિટલ એરેસ્ટના કેસોમાં હવે સાયબર અપરાધીઓ દ્વારા નવા પ્રકારની મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સાયબર અપરાધીઓ દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી સાયબર અપરાધીઓ દ્વારા વિવિધ પ્રકારના સાઇબર ક્રાઇમ આચરવા માટે સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે સીમકાર્ડ ભારતીય નાગરિકના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોટી રીતે મેળવવામા આવ્યા હતા. જ્યારે સરકાર દ્વારા આવા ઘણા બધા સીમકાર્ડ તથા લાખોની સંખ્યામાં વોટ્સએપ નંબર બ્લોક કરવામાં આવ્યા હતા. સાયબર અપરાધીઓ દ્વારા હવે નવો કિમીયો અપનાવવામાં આવી રહ્યો છે અને જેમાં તેઓ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને હવે ડિજિટલ એરેસ્ટ પ્રકારના ખતરનાક સાઇબર ક્રાઇમને અંજામ આપી રહ્યા છે.
છેલ્લા ત્રણ ચાર દિવસથી વડોદરા સહિત ગુજરાતના યુઝર્સને +870 સિરીઝથી શરૂ થતા નંબરથી કોલ આવી રહ્યા છે.જ્યારે સાયબર એક્સપર્ટે નંબરની સિરીઝનું 360 ડિગ્રી ટેકનિકલ માઈક્રો એનાલીસીસ કર્યું હતું ત્યારે ખબર પડી કે +870 સિરીઝ બે બાબતોને જેવી કે વેબસાઈટના માધ્યમથી મેળવવામાં આવતા વર્ચ્યુઅલ નંબર તથા સેટેલાઈટ ફોનનો ઉપયોગ લાગુ પડે છે. 360 ડિગ્રી માઈક્રો એનાલીસીસમાં એ બાબત પણ સામે આવી એવી ઘણી વેબસાઈટો છે જે વર્ચ્યુઅલ નંબરની સુવિધા આપી રહી છે અને આવી વેબસાઈટ જે નજીવી કિંમતે અથવા મફતમાં વર્ચ્યુઅલ નંબરની સુવિધા પ્રદાન કરી રહી છે.જેનો સાયબર અપરાધીઓ ફાયદો ઊંચકી રહ્યા છે.

+870 સિરીઝથી શરૂ થતો કોલ સાઇબર અપરાધી તરફથી આવેલો કોલ હોઈ શકે
તમામ મોબાઇલ યુઝર્સને સૂચિત કરવા માંગુ છું. જો તમે તમારા મોબાઈલ પર +870 સિરીઝથી શરૂ થતો કોલ રીસીવ કરો છો, તો તે નંબર એક સાઇબર અપરાધી તરફથી આવેલો કોલ હોઈ શકે છે.જેમાં માત્ર તમને અલગ અલગ પ્રકારની ધમકી આપીને તમારા પૈસા લૂંટવાનો કારસો છે. સાયબર અપરાધીઓ મોટેભાગે ભય બતાવીને જ રૂપિયા પડાવતા હોય છે, તો જો કોઈ વ્યક્તિ પોલીસના નામથી સીબીઆઇ ઓફિસરના નામથી કસ્ટમ ઓફિસરના નામથી તમને કોલ કરે છે અને એ પણ ઇન્ટરનેશનલ નંબર પરથી તો તે સમયે અત્યંત જાગૃત રહેવાની જરૂર છે અને ભયમાં આવીને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવા નહીં. બીજી એક બાબતનું એ ધ્યાન રાખવું કે આપણા કાયદામાં ડિજિટલ અરેસ્ટ એવો કોઈ પ્રકાર જ નથી, અને એ વાતનું પણ ધ્યાન રાખવું. ક્યારેય પોલીસ, cbi ,cid કે કસ્ટમ અધિકારીઓ આવો ઇન્ટરનેટ આધારિત કોલ કરતા હોતા નથી.આવા કોલથી ગભરાયા વગર ઈ-લડત આપવાની અને તમામ લોકોને જાગૃત કરવાની જરૂર છે.

મયુર ભુસાવળકર,સાઇબર એક્સપર્ટ

વર્ચ્યુઅલ નંબર્સનો સંચાર સાથીની વેબસાઈટ ઉપર રિપોર્ટ કરવો અત્યંત આવશ્યક છે
વર્ચ્યુઅલ નંબર્સનો સંચાર સાથીની વેબસાઈટ પર આવેલ ચક્ષુ પોર્ટલ ઉપર રિપોર્ટ થઈ ચૂકેલ છે, પરંતુ વર્ચ્યુઅલ નંબર ની ખાસ વાત એ છે તે જે વેબસાઈટના માધ્યમથી જનરેટ કરાતા હોવાથી તે અમર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ છે, પરિણામે આવી વેબસાઈટ પર નિયંત્રણ આવવું હવે ના સમયમાં અત્યંત જરૂરી છે.

Most Popular

To Top