શહેર પોલીસ અને MSU વચ્ચે સાયબર કોર્ડિનેશન-નોલેજ શેરિંગ અન્વયે MOU :
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું :
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના દીપ ઓડિટોરિયમમાં પોલીસ અને MSU વચ્ચે સાયબર કોર્ડિનેશન અને નોલેજ શેરિંગ અન્વયે MOU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ,પો.કમિ. નરસિમ્હા કોમાર, રજીસ્ટ્રાર કે.એમ.ચુડાસમા,સાયબર નિષ્ણાંત તેમજ શહેર પોલીસ વિભાગના ચારેય ઝોનના ડીસીપી-એસીપી-પીઆઈ તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
સમગ્ર દેશમાં સાયબર માફિયાઓનો આતંક વધવા માંડ્યો છે. દર એક બે દિવસમાં પોલીસ મથકે સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાઈ રહી છે. ત્યારે, આવા સાયબર માફિયાઓને મ્હાત આપવા હવે એમ.એસ.યુનિવર્સીટીમાંથી આગામી સમયમાં સાયબર વોરિયર્સ તૈયાર થશે. આ અંગે માહિતી આપતા એમ.એસ.યુના વાઈસ ચમસેલર પ્રો.ડો.વિજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી અને વડોદરા શહેર પોલીસ વચ્ચે એમઓયુ થયો છે. જે સાયબર સિક્યુરિટીની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ એમઓયુ નો ઉદ્દેશ્ય છે કે, યુનિવર્સિટીમાં આશરે 55 હજાર વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે. જ્યારે, હાલમાં ખૂબ જ મોટી માત્રામાં સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. તો અમારી જે ટેકનોલોજી ફેકલ્ટી છે. જેમાં ખાસ કરીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના, આઇટીના અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ જે છે. જેઓને કઈ રીતે સાયબર એક્સપર્ટ બનાવી શકીએ એ દિશામાં આ એક પહેલ છે. નિશ્ચિત રૂપે વડોદરા પોલીસના સૌજન્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનાર સમયમાં અમારા વિદ્યાર્થી જે છે. જેવી રીતે તમે સાંભળ્યું હશે કે કોરોના વોરિયર્સ તેવી જ રીતે સાયબર વોરિયર્સ હશે. જેટલા પણ સાઇબર ક્રાઇમ છે એને અટકાવવા માટે આજ સાયબર વોરિયર્સ ખૂબ જ મદદરૂપ બનશે. જ્યારે પણ સાયન્સ ટેકનોલોજી આગળ વધે છે, તો તેની સાથે સાથે કેટલાક તેના પરિણામ અને દૂષ-પરિણામ પણ હોય છે તો આ સાયબર ક્રાઇમ પણ એ જ દૂષ-પરિણામનો ભાગ છે જેને કેવી પણ રીતે ભારત સરકાર ગુજરાત સરકાર રોકવા માટે સંપૂર્ણ પગલા ભરી રહી છે અને આવનારા સમયમાં એમએસ યુનિવર્સિટી નું પણ સાયબર ક્રાઇમ પ્રિવેન્શનમાં એક મહત્વનું યોગદાન રહેશે.