સીબીઆઈ ઓફિસરના નામે કોલ કરી રૂ.79.34 લાખ પડાવી ઠગાઈ આચરી હતી
અમદાવાદ સાયબર ક્રાઇમે બેંગ્લોરમાંથી ચાર તાઇવાનીઝને દબોચ્યા
વડોદરા તારીખ 15
મુંબઇ સાયબર ક્રાઇમ તથા CBIના ઓફીસરના નામથી કોલ કરીને RBIમાં વેરિફિકેશન કરવાના બહાને રૂ.79.34 પડાવી લીધા હતા. ત્યારે આંતરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરી અમદાવાદ સાયબર ક્રાઇમે તાઈવાનના 4 ભેજાબાજોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ નાણા રુપિયા 12.12 લાખ , સીમકાર્ડ- 761 મોબાઇલ ફોન-120, ચેકબુક- 96 ડેબીટ ક્રેડિટ કાર્ડ-96, ચેક-48, પાસબુક-૪૨, યુ.એસ.બી. ચાર્જીંગ હબ-32, હિસાબના ચોપડા-6, દુબઇના મેટ્રો કાર્ડ-3, સી.પી.યુ.- 2, મીની કોમ્પ્યુટર-26, રાઉટર -9,લેપટોપ-7 કબજે કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ગેંગના 17 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં વડોદરાના 3 આરોપીની પણ ધરપકડ થઈ છે.
ભેજાબાજોએ ફોન કરીને ફરિયાદીને કહ્યું હતું કે તમારો મોબાઇલ નંબર પ્રતિબંધીત એડવર્ટાઇઝીંગ જેવી ગેરકાયદેસરની પ્રવ્રુતિઓમાં સંકળાયેલો છે . જે બાબતે મુંબઇ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત ફરીયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાંજેકશનો થાય છે. તમારા વિરુધ્ધ અરેસ્ટ વોરંટ નિકળેલ છે એ રીતે TRAI, મુંબઈ સાઈબર ક્રાઈમ તથા CBIના ઓફીસરના નામે ડરાવી ધમકાવી બેંક એકાઉન્ટની માહિતી મેળવી લઇ ફરીયાદી તથા તેમના પત્ની પર ઇવેસ્ટીગેશનના બહાને વોટસએપ કોલથી સતત તેમની ગતિવિધિ પર નજર રાખી ઇવેસ્ટીગેશનમાં મદદરૂપ થવા માટે તથા RBI માં વેરિફિકેશન કરવા માટે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાંસફર કરવા જણાવ્યુ હતુ અને રૂપિયા 79.34 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ હ્યુમન અને ટેકનિકલના આધારે તપાસ શરૂ કરી દિલ્હી અને બેંગ્લોરમાં એક સાથે ઓપરેશનમાં 2 તાઇવાન, મુ.ચી.સંગ ઉર્ફે માર્ક અને ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો તાઇવાનથી દિલ્હી ખાતે ફ્લાઇટમાં ઉતર્યા બાદ દિલ્હીની હોટલ તાજ પેલેસમાંથી અને બેંગલુરુમાંથી વધુ 2 તાઇવાનના નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. 4 તાઇવાનના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રકમ અલગ-અલગ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. જેના આધારે સુરત, વડોદરા, અમદાવાદ, લીંબડી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા અને ગુજરાત, રાજસ્થાન, દીલ્હી અને ઓડિશામાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ તાઇવાઇનીજ લોકોને ભાડેથી બેંક ખાતા પૂરા પાડતા હતા અને ક્મીશન મેળવતા હતા. આ ઠગાઈના કેસમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીઓને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, લીમડી, તથા મુંબઇ(મહારાષ્ટ્ર), કટક(ઓડીસા), દિલ્હી, બેગ્લોર (કણર્ણાટકા), ડુંગરપુર(રાજસ્થાન) વિગેરે જગ્યાઓથી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને અટક કરવામાં આવી છે. જયેશ મસરાજી સુથાર ( રહે.તરસાલી તા.વડોદરા જી.વડોદરા) ભાવેશકુમાર પ્રતાપરામ સુથાર (રહે.વાધોડીયા ડભોઇ રીંગ રોડ વડોદરા જી.વડોદરા), લિલેશ કાલુરામ જાતે પ્રજાપતિ (રહે.તરસાલી તા.વડોદરા જી.વડોદરા મુળ વતન ગામ દાતવાડા તા.ઝાલોર જી.ઝાલોર રાજસ્થાન), પ્રવિણકુમાર કરશનજી પંચાલ (રહે.સંદરાપુરમ તમીલનાડુ મુળ વતન ગામ રાવસિમનગઢ તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાન), ચેતન્ય ઉર્ફે લકી મધુબાબુ કુપ્પી સેટ્ટી (રહે. ઓડીસા), રવી અશોકભાઈ સવાણી, સુમીત અશોકભાઈ મોરડીયા ઉવ.૨૯ ધંધો-વેપાર(સી.એ) રહે. મકાન નં ૧૮૮, આત્મીય વિલા, કુમકુમ રેસીડન્સી પાસે, કામરેજ પાસે, સુરત શહેર, પ્રકાશ રમેશભાઈ ગજેસ, પીયુષ જયસુખભાઈ માલવીયા , કલ્પેશ મહાદેવભાઈ રોજાસરા , સર્વેશ સંતોષ સહદેવ પવાર , થશ વિશ્વાસ સુધાકર મોરે, સૈફ હૈદર ઉર્ફે સેમ જી.એચ. સીધીકી, મુચી સંગ, ચાંગ હાવ યુન,વાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા,શેન વેઇ હાવ ઉર્ફ કિશનો સમાવેશ થાય છે.