વડોદરા તારીખ 14
વડોદરા શહેરના વારસીયા રીંગ રોડ વિસ્તારમાંથી વર્ષ 2016 માં 28 વર્ષીય યુવતીનું મધ્યપ્રદેશના ચાર શખ્સો દ્વારા રિક્ષામાં બળજબરી પૂર્વક અપહરણ કરીને સેન્ટ્રલ એસટી ડેપો ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી રાજકોટ ખાતે આવેલા એક રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી સુધી આ ચાર આરોપીએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ યુવતીને કમલેશ નીનામાને સોપાઈ હતી. આ કમલેશે યુવતી પર સતત વીસ દિવસ સુધી ધમકાવીને બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીએ પહેરેલું ચાંદીનુ ઘરેણુ પણ ચોરી કરી લીધું હતું. સીટી પોલીસે ગેંગરેપના ચાર આરોપી પૈકી શાંતુની નવ વર્ષ બાદ આજવા રોડ પરથી ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે.
મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લા માં રહેતા શાંતુ ઇલુ નિનામા કમલેશ પીલુ નિનામા કૈલાશ નામાલુમ ભાભોર તથા કાન્તુ નામાલુમ ભાભોર વડોદરા શહેરમાં વર્ષ 2016 માં મજૂરી કામ કરતા હતા તેમની સાથે યુવતી પણ સાઈટો પર કામ કરવા માટે આવતી હતી. ગત 30 જૂન 2016 ના રોજ તેમની સાથે કામ કરતી 28 વર્ષીય મધ્યપ્રદેશની જ યુવતી હરણી વારસિયા રીંગરોડ પર નવનીત પાર્ક સોસાયટીની સામે એકલી હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઈને શાંતુ નીનામા સહિતના ચાર આરોપીઓએ આ યુવતીનું બળજબરી પૂર્વક રિક્ષામાં બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી આ યુવતીને ચાર આરોપીઓ રાજકોટ તરફ એક સુમસામ જગ્યા પર આવેલા મકાનમાં લઈ ગયા હતા. ત્યા યુવતીને એક રૂમમાં ગોંધી રાખીને વારાફરતી ચાર આરોપીઓએ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્રણ દિવસ બાદ શાંતુ કૈલાસ અને કાંતુએ આ યુવતીને કમલેશ નીનામાને સોંપી દીધી હતી. ત્યારે કમલેશ નીનામાએ સતત 20 દિવસ સુધી યુવતીને ધાકધમકી આપીને તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. કમલેશ નીનામાએ યુવતીએ પહેરેલું ચાંદીનું ઘરેણું પણ ઉતારી લીધું હતું. જેથી યુવતીએ સીટી પોલીસ સ્ટેશનમાં તે વખતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કમિશનર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવેલી સૂચનાના આધારે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આર બી ચૌહાણને માહિતી મળી હતી કે સામૂહિક દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ મધ્યપ્રદેશના જાબુવા જિલ્લામાં રહે છે. જેની તપાસ કરવા માટે સેકન્ડ પીઆઇ આર એલ પ્રજાપતિ સહિતના સ્ટાફને મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામા તપાસ કરતા આરોપી શાંતુ નીનામા વડોદરાના આજવા રોડ પર કામ કરતો હતો. જેના આધારે સીટી પોલીસ સ્ટેશન ની ટીમે આજવારોડ પર બિલ્ડીંગ પર કામગીરી કરતી વેળા છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. શાંતુની વધુ પૂછપરછ કરવા તથા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરા : સામૂહિક દુષ્કર્મ ગુજારનાર ચાર આરોપી પૈકી શાંતુ નીનામા આજવા રોડ પરથી 9 વર્ષ બાદ ઝડપાયો
By
Posted on