Vadodara

વડોદરા : સાંસદ હેમાંગ જોશી સામેની ઈલેક્શન પિટિશન ગુજરાત હાઇકોર્ટે કરી નામંજૂર

ડોક્ટર શબ્દનો ઉપયોગ ના કરી શકાય અને વોટિંગ મશીનમાં મતનો રેશિયો વગેરે બાબતે પિટિશન દાખલ કરાઈ હતી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.12

વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી વિરુદ્ધ કરાયેલી ઇલેક્શન પિટિશનમાં કાયદાનો બાધ નડતો હોય તેમાંથી કાયદાના પ્રસ્થાપિત થયેલા ધોરણ વિરુદ્ધની હોય જે તમામ હકીકતો ગુજરાત હાઇકોર્ટે ધ્યાને રાખી ડોક્ટર હેમાંગ જોશી વિરુદ્ધ જુદાજુદા આક્ષેપો કરેલી ઈલેક્શન પિટિશન રદ કરી હતી.

વડોદરા શહેરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રતિસ્પર્ધી ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વિવિધ મુદ્દાઓ જેવા કે ડોક્ટર શબ્દનો ઉપયોગ ના કરી શકાય, ઈવીએમ મશીન, વોટોનો રેસીયો જેવી બાબતોથી રીપ્રેટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ કેરિયરની કોર્ટમાં શરૂ થઈ હતી. જે ઇલેક્શન પિટિશનમાં ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટી દ્વારા ઇલેક્શન પિટિશનનો જવાબ તેમજ ઓર્ડર સાત રુલ 11 ઓફ સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર સાત રૂલ 11 મુજબની અરજ ગુજારી હતી. જે અરજનો મુખ્ય મુદ્દો ઈલેક્શન પિટિશન રિપ્રેટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 ની જોગવાઈ વિરુદ્ધની હતી. તેમજ ઈલેક્શન પિટિશનમાં જણાવેલી તમામ હકીકતો કાયદાના પ્રસ્થાપિત થયેલા ધોરણો વિરુદ્ધની હોય તેમજ કાયદા મુજબ ઈલેક્શન પિટિશન ચાલવા પાત્ર ન હોય તેવી દલીલો સિનિયર એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જે ઈલેક્શન પિટિશનની સુનાવણી સતત ચાલતી આવી હતી. અને ચારથી પાંચ મુદ્દા દરમિયાન સુનાવણી થઈ હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટે ઇલેક્શન પિટિશનનો આખરી હુકમ અનામત રાખી 12 ડિસેમ્બરના રોજ આખરી હુકમ રાખ્યો હતો, પછીથી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ.એસ.કેરિયરે આજરોજ ઈલેક્શન પિટિશન નામંજૂર કરી હતી. આમ સમગ્ર ઇલેક્શન પિટિશનમાં કાયદાનો બાધ નડતો હોય તેમાંથી કાયદાના પ્રસ્થાપિત થયેલા ધોરણ વિરુદ્ધની હોય જે તમામ હકીકતો ગુજરાત હાઇકોર્ટે ધ્યાને રાખી ડોક્ટર હેમાંગ જોશી વિરુદ્ધ જુદાજુદા આક્ષેપો કરેલી ઈલેક્શન પિટિશન રદ કરવામાં આવી હતી.

Most Popular

To Top