ફાયર બ્રિગેડની ટીમો એમોનિયા ગેસને લીકેજ થતા અટકાવવા કામે લાગી :
વડોદરા શહેર નજીક સાંકરદા ગામ પાસે બ્રિજની નીચેથી પસાર થઈ રહેલા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ છે. આ ગેસ લીકેજ થતા જ લોકોની આંખોમાં બળતરા થયા હતા. બનાવની જાણ થતા જ વડોદરા અને નંદેસરી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આ એમોનિયા ગેસને લીકેજ થતો અટકાવવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે.



વડોદરા અમદાવાદ હાઇવે પાસે સાકરદા ઓવર બ્રિજની નીચે સર્વીસ રોડ ઉપર આવતા એમોનિયા ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હોવાનું સામે આવ્યું છે. ગેસ લીક થતા જ ટેન્કરમાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ગેસ લિકેજને કારણે લોકોને આંખોમાં બળતરા થવાના શરૂ થયા હતા. ઘટનાની જાણ થતા જ નંદેસરી ફાયર ટીમ દ્વારા ગેસ લીકેજને રોકવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ટેન્કરની પાઇપ માંથી કે ઢાંકણ માંથી લીકેજ સર્જાતા ગેસ ફેલાયો હોય તેવું પણ અનુમાન લગાવાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સાંકરદા ગામ પાસે ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થયો છે. નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર જતા ટેન્કરમાં લીકેજ થયું હતું એમોનિયા ગેસ લીકે થતા જ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. ગેસ લીકેજ થતા વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તેમજ નંદેસરી ઔદ્યોગિક એકમોના ફાયટરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગેસ લીકેજ ઉપર પાણીનો મારો ચલાવી ગેસ લીકેજ બંધ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આ ઘટનાને કારણે આસપાસના લોકોના આંખોમાં બળતરા થઇ હતી. એટલી તીવ્ર પ્રમાણમાં આ ગેસ હતો કે ફાયર બ્રિગેડના જવાનોએ પણ મોઢા પર ખાસ ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવાની ફરજ પડી હતી. બીજી તરફ કેટલીક ફાયર બ્રિગેડની ટીમો દ્વારા બ્રિજની ઉપરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ ટેન્કર બ્રિજની નીચેથી પસાર થઈ રહ્યું હોય ત્યારે બ્રિજની નીચેના ભાગેથી ટેન્કર ઘસાતા ટેન્કરની ટાંકીમાંથી ગેસ લીકેજ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.