Vadodara

વડોદરા : સહેલીને ઘરમાં સહારો આપવો પરીણીતાને ભારે પડ્યો, મહિલાના પતિ સાથે જ પ્રેમ સંબંધ બાંધ્યાં

પત્નીએ પતિ અને સહેલીને ઘણા સમજાવ્યાં છતાં બંને નહી સમજતા અભયમની મદદ માંગી

વડોદરામાં પતિ, પત્ની અને વોનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો

પ્રતિનિધિ વડોદરા તા.7
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ફરી પતિ, પત્ની અને વોનું ભુત ધુણ્યું છે. પરીણીતાએ તેના ઘરમાં ધરમ કરતા ધાડ પડી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા મિત્ર મુશ્કેલીમાં હોય પરીણીતાએ દયા દાખવી તેણીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. પરંતુ આ મહિલાએ પરીણીતાના પતિ સાથે પ્રેમ સંબંધ બાંધ્યાં હતા. વારંવાર સમજાવવા છતાં પતિ અને મહિલા મિત્ર સમજતા ન હોય પરીણીતાએ અભયમની મદદ માગી હતી. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું ત્યારે પતિએ હવે પછી પરસ્ત્રી સાથે કોઇ સંબંધ નહી રાખવા માટે ખાતરી આપી હતી. આમ અભમયની ટીમે મહિલાનો જીવન સંસાર તુટતો બચાવ્યો હતો.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી પરીણીતાએ તેની બહેનપણી ચારથી પાંચ મહિના મુશ્કેલીમાં હતી. ત્યારે આ પરીણીતાએ તેની બહેનપણીને બધી રીતે હેલ્પ કરવા જણાવ્યું હતું. ઉપરાંત ત્રણ જેટલા મહિના સુધી મહિલાને પોતાની સાથે રાખી હતી. પરંતુ બહેનપણીને મહિલા મિત્રના પીઠમાં ચાકુ ખોપ્યું હતું. આ મહિલાએ પરીણીતાના પતિ સાથે સંબંધ કેળવી લીધા હતા. વારંવાર પતિ તેની મિત્ર સાથે વાતો કરતો રહેતો હતો જેની પરીણીતાને પતિ અને તેની ફ્રેન્ડ બન્ને સબંધમાં આવ્યા હોવાની એક મહિના પછી જાણ થઇ હતી. ત્યારે પરીણીતાએ પતિ અને તેની ફ્રેન્ડને ઘણા સમજાવ્યા હતા. પરંતુ આ પરીણીતા તેમના પતિને લઈ ગામડે રહેવા માટે જતી રહી હતી. તેમ છતાં બંનેની વાતચીત થતી રહેતી હતી. 6 નવેમ્બરના રોજ પરીણિતા પતિ નાઈટમાં ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ પત્નીએ પતિનો ફોન પણ બંધ આવતો હતો. જેથી તેણી તેની મહિલા ફ્રેન્ડના ઘરે તપાસ કરી હતી ત્યારે ત્યારે પતિની બાઈક ત્યાં પડેલી જોઈ હતી. પતિના વ્યવહારમાં કોઈ ફરક ના પડતા તેઓને એવુ લાગ્યુ હતુ કે પોતાનું લગ્ન જીવન બગડશે જેથી પરીણીતાએ અભયમની મદદ માગી હતી. જેથી અભમયની મહિલા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને પરીણીતાના પતિનુ અસરકારક કાઉન્સિલગ કર્યું હતું અને પતિને સુખી દામ્પત્યજીવન જીવવા માર્ગદર્શન પણ પુરુ પાડ્યું હતું. જેથી પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી પોતાની પત્નીની કોઈ હેરાનગતી નહી કરે ઉપરાંત પરસ્ત્રી સાથે પણ કોઈ પણ જાતના સંબંધ નહી રાખે તેની ખાત્રી આપી હતી. જેથી અભયમની ટીમે પરીણીતાનું દામ્પત્યજીવન બગડતા બચાવી લીધુ હતું જેથી મહિલાએ પણ તેનો આભાર વ્યક્ત કર્યો હતો

  • પરીણીતાની મહિલા મિત્રે પણ આજ પછી આવી ભુલ નહી થાય તેવી બાયધરી આપી
    અભયમની મહિલા સભ્યો દ્વારા પતિને હયાત પત્ની હોવા છતાં અન્ય સ્ત્રી સાથે સબંધ રાખવા એ તમારા જ દામ્પત્ય જીવનને નુકશાન પહોંચાડશે. આ સંબંધને સામાજિક કે કાયદાકીય કોઈ સમર્થન નથી. હજુ પણ સમય છે કે સ્ત્રી મિત્રને ભુલી જાવ અને પોતાની પત્ની સાથે આનદથી રહો તેમ જણાવ્યું હતું. જેથી પતિને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી કોઈપણ પ્રકારના અન્ય સબંધ નહી રાખું જેની ખાત્રી આપી ને પત્નિ સાથે રહેવુ છે તેમ કહ્યું હતું. મહિલા ફ્રેન્ડે પણ માફી માંગીને આજ પછી આવી ભુલ નહી થાય તેની બાયધરી આપી હતી.

Most Popular

To Top