Vadodara

વડોદરા સહિત આસપાસના ગામોના કચરાના નિકાલ માટે 10 ગાર્બેજ કોમ્પેકટર મશીન ખરીદાશે



સ્ટેન્ડિંગસમિતિમાં દરખાસ્ત રજૂ, 10 મશીન ખરીદવાનો ખર્ચ રૂ. 4.47 કરોડ થશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છ ભારત મિશન અર્બન-2ની મળેલી ગ્રાન્ટમાંથી 10 ટ્રક માઉન્ટેડ ગાર્બેજ કોમ્પેકટર મશીન ખરીદ કરવાની છે. આ માટે સ્ટેન્ડિંગસમિતિમાં દરખાસ્ત રજૂ થઈ હતી. 10 મશીન ખરીઠવાનો ખર્ચ રૂ. 4.47 કરોડ થશે. મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે કચરાના નકકી કરેલા સ્પોટ ખાતે કન્ટેનર મુકી એ સ્થળેથી કલેક્ટ કરવામાં આવે છે. ઘન કચરાના વહનની કામગીરી દરમિયાન લોકોને રાહદારીઓને અડચણ ન થાય તે માટે કચરાને કોમ્પેકટ કરી બંધ વાહનમાં લઈ જવાય છે. હાલમાં પાલિકાની માલિકીના કુલ 16 ટૂંક માઉન્ટેડ કોમ્પેકટર પ્રકારના વાહનો દ્વારા શહેરનો કચરો ઉઠાવી કોમ્પેકટ કરી લઈ જવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કુલ 7 ગામોનો સમાવેશ શહેરની હદમાં કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કચરાના નિકાલની કામગીરી માટે વધુ સ્વીપર મશીન અને ગાર્બેજ કોમ્પેક્ટર મશીનોની આવશ્યકતા જણાય છે. ગ્રાન્ટના કામોની સમીક્ષા મીટીંગમાં સ્વચ્છ ભારત મિશન અર્બન-2 અંતર્ગત ભારત સરકાર દ્વારા સિટી સોલીડ વેસ્ટ એકશન પ્લાન તથા મિકેનિકલ રોડ સ્વીપર એકશન પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન-2ની ગ્રાન્ટ હેઠળ 10 ગાર્બેજ કોમ્પેકટર મશીનોની ખરીદી કરવા કાર્યવાહી હાથ ધરવા કમિશનર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. જેના આધારે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top