છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે શ્રી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના રહીશોએ બાપોદ પોલીસ મથકે રજૂઆત કરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.31
વડોદરાના વાઘોડિયા રોડ એલએન્ડટી નોલેજ સિટીની સામે આવેલી શ્રી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના રહીશોએ સહજાનંદ બિલ્ડર ગ્રુપ સામે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મોડીરાત્રે બાપોદ પોલીસ મથક ખાતે પહોંચી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના રહીશોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમને અંધારામાં રાખવામાં આવ્યા છે. કામગીરી અધૂરી છે અને અમારી જાણ બહાર મકાનો પર લોન લઈ મકાનો મોર્ગેજ કરી દીધા છે. અમારા જરૂરી દસ્તાવેજો અમને આપવામાં આવ્યા નથી અમારી જાણ વિના અમારા મકાનો મોર્ગેજ કરી દીધા છે , લોન લીધી છે . મેન્ટેનન્સ ના રૂપિયા પણ પરત આપ્યા નથી. એનઓસી આપી નથી અમારા ફોન પણ તે રિસીવ કરતો નથી. અમારી સોસાયટીમાં કુલ 188 મકાનો છે. મકાનોની પણ તૂટેલી ફૂટેલી હાલત થઈ છે. લોન લીધા બાદ આ મોર્ગેજ થયેલા મકાનો અમને વેચી માર્યા છે. એ પણ અમારી જાણ બહાર. અમે અમારા મકાનોની લોન તો ભરી જ રહ્યા છીએ. તેમ છતાં બીજી બેંકો વાળા અમારી પર નોટિસ આપી રહ્યા છે. એમાં અમારો શું વાંક છે? આમાં જે બિલ્ડર છેતરપિંડી કરી છે. એનો ન્યાય અમને જોઈએ છે . એના માટે અમે બાપોદ પોલીસમાં આવ્યા હતા અને રજૂઆત કરી છે.
,
જ્યારે અન્ય એક રહીશે જણાવ્યું હતું કે, સહજાનંદ બિલ્ડર ગ્રુપના બિલ્ડર અમારા ફોન નથી ઉપાડતા. કામગીરી પણ અધુરી છે અમારું મેન્ટેનન્સનું ફંડ છે. એ પણ દબાવીને બેઠા છે. અમને પરત આપ્યું નથી. પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ છે. સ્થાનિક રહીશો ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે. 188 કુલ મકાનો છે જેમાંથી 97 મકાનો ઉપર જાણ વિના લોન લઈ લીધી છે અને મકાનો મોર્ગેજ કરી દીધા છે અને લોનની ભરપાઈ પણ કરી નથી. જેથી જેમાંથી એણે લોન લીધેલી છે. તે બેંક દ્વારા અમને નોટિસ મોકલવામાં આવી છે અને મકાન સીલ કરવાની ધમકી આપેલી છે. ક્લબ હાઉસ કોમન એરીયા બધી જ વસ્તુઓ પર લોન લઈ લીધી છે. આ મામલે અમે બાપોદ પોલીસ મથક ખાતે રજૂઆત કરી છે.
