ફાયર એનઓસી એક્સપાયર્ડ થઇ જતા પીએમજેએવાયમાંથી પ્રાઇમરી ધોરણે તમામ સેવાઓ હાલમાં બંધ કરાઇ
ડોક્ટરની બેદરકારીના કારણે યોજનાના લાભ લેતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

પ્રતિનિદિ વડોદરા તા.29
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી નાયક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ચેકિંગ દરમિયાન ફાયર એનઓસી એક્સપાયર્ડ થઇ ગઇ હોય સરકાર દ્વારા પીએમ જેએવાય યોજના હેઠળની તમામ સારવાર બંધ કરી દેવામાં આવી છે. જ્યા સુધી ફાયર એનઓસી નહી આવે ત્યાં સુધી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સારવાર કરી શકાશે. નહી. અન્ય અમદાવાદ, સુરત તથા પાટણ સહિતના પાંચ હોસ્પિટલોને પણ સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત 10 જેટલા ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે.
તાજેતરમાં અધિકારીઓ દ્વારા વડોદરા શહેરની નાયક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અમદાવાદ, સુરત અને પાટણની ખાનગી હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના સલાટવાડા હોસ્પિટલમાં આવેલી નાયક હોસ્પિટલમાં તપાસ દરમિયાન ફાયર એનઓસી એક્સપાયર્ડ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતુ. ઉપરાંત અન્ય હોસ્પિટલમાં ક્ષતિ જણાઇ આવી હતી. જેના કારણે અધિકારીઓ સરકારમાં રિપોર્ટ કર્યો હતો અને ગુજરાત સરકારે યોજનાના ધોરણોનું ઉલ્લંઘન કર્યું હોય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી નાયક હોસ્પિટલ સહિત 6 હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અનિયમિતતા દાખવવા બદલ બદલ 10 ઉપરાંતના તબીબોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. નાયક હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ નાયકે જણાવ્યું હતું કે ફાયર એનઓસીના કારણે પીએમ જેએવાય યોજનામાં મારી હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પહેલા ફાયર એનઓસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લેવાની હતી પરંતુ હવે ગાંધીનગર ખાતે ઓનલાઇન લેવાનું કરી દેવામાં આવ્યું છે. જેના કારણે દિવાળીના તહેવારમાં ઘણી ઇક્વાયરીઓ દ્વારા ઘણી મુશ્કેલી પડી હતી.