Vadodara

વડોદરા : સરદાર સરોવર નર્મદા નિગમના નિવૃત્ત ડે.એન્જિનિયર સહિત 15 લોકો સાથે કેનેડાના વિઝાના બહાને રુ.4.97 કરોડની ઠગાઈ

પાંચ વર્ષ દરમિયાન વિઝાની કોઈ પ્રોસેસ કરી નહિ અને રૂપિયા પણ પરત આપતા નથી

છેતરપિંડી કરનાર ચાર ભેજાબાજો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ

કેનેડાના વિઝા બનાવી આપવાના બહાને સરદાર સરોવર નર્મદા નિગમના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર સહિત 15 લોકો પાસેથી ચાર ઠગોએ 4.97 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. પાંચ વર્ષ દરમિયાન કોઈ વિઝાની પ્રોસેસ કરી ન હોય તેમ જ રૂપિયા પણ પરત નહીં આપતા તેમની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા દુર્ગા ડુપ્લેક્સ માં રહેતા નવનીતભાઈ હીરાભાઈ પરીખ(ઉ.વર્ષ- 57)સરદાર સરોવર નર્મદા નિગમના નિવૃત્ત ડેપ્યુટી એન્જીનીયર છે. વૃદ્ધ પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી અને ડો .નિરવ અંબાલાલ ચૌહાણને વર્ષ 2019માં મારા દિકરા ધ્રુવને સ્ટુન્ડટ વીઝા પર કેનેડા મોકલવાનો વિચાર કરી રહ્યા હતા. ત્યારે ડો.નિરવ અંભાલાલ ચૌહાણ અને પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, તમે જેટલો ખર્ચ તમારા છોકરાના ત્રણ વર્ષના વિઝા માટે કરશો તેટલા ખર્ચમાં બિઝનેશ સ્ટાર્ટઅપ વિઝા હેઠળ તમારું આખું ફેમિલીના કેનેડા જઈ પી.આર કેટેગરીના બિઝનેસ સ્ટાર્ટઅપ વિઝા થઈ જશે. ત્યારબાદ મેહુલ છત્રભુજ ઠકક્કર ( રહે. સ્વામીનારાયણ નગર, નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસે, વડોદરાના સંચાલક સાથે મારો પરીચય કરાવ્યો હતો. ત્યારે મેહુલ છત્રભુજ ઠક્કર, પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી અને ડો. નિલ અંબાલાલ ચૌહાણએ પોતાની સ્કીમ મને સમજાવી જેમાં તેમને રૂા.40 લાખનું ઈન્વેસ્ટમેન્ટ કરવા કહ્યું હતું. માસ્ટર ટચ કોન્સેપ્ટ આઈ.ટી. બીપીઓ કંપની જે કેનેડામાં આવેલી છે જે કંપનીના ડાયરેક્ટર તરીકે મેહુલ છત્રભુજ ઠક્કર તથા તેની પત્ની પલક મેહુલ ઠક્કર છે. જ્યાં મુળ એપ્લીકન્ટને કેનેડામાં 3 હજાર કેનેડીયન ડોલર સેલેરી મળશે અને મને 40લાખથી વધુ કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં અને કંપનીમાં 12% નો હિસ્સો મળશે.શરૂઆતના પંદર દિવસના રહેવાનો ખર્ચ પણ મેહુબ ઠકક્કર પોતે ભોગવશે અને ત્યાં જતાની સાથે ૩ હજાર કેનેડીયન ડોલરની બ્રાઈટ કોલર જોખ પણ ચાલુ થઈ જશે એવી લોભામણી લાલચ પણ મને આપી હતી અને મને જણાવેલ કે તમારો વિઝાનો પ્રોસેસ ન થાય તો તમામ રકમ તમોને પાછી આપી દેવામાં આવશે એવું મને મેહુલ પ્રવિણચંદ્ર સોલંકી તથા ડો.નિરવ ચૌહાણે પાકો ભરોસો આપ્યો હતો. સ્કીમનો ઈન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ અને શેર હોલ્ડર એગ્રીમેન્ટ કર્યા બાદ પ્રવિણચંદ્ર સોલંકી તથા ડો, નિવ ચૌહાણ નાઓ સાથે ઘણા સમયથી પરીચીત હોય જાશામાં આવી ગયા હતા અને તેઓના કહ્યા મુજબ કેનેડા જવા માટે વિઝા મેળવવા માટે રુ.40 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ વર્ષ2020માં ઓફર ઓફ એમ્પલોયમેન્ટ અને રીક્વેટસ ઓફ લેટર ઓફ સપોર્ટની કામગીરીના ફોર્મ ભરાવ્યા હતા. બાદમાં કોરોનાની મહામારી ચાલતી હોય વિઝા પ્રોસેસનું કામ હાલ બંધ છે તેવા બહાના બતાવી સચોટ માહિતી આપતા ન હતા.
જેથી વૃદ્ધ સહિત કેનેડાની ફાઈલ માટે પ્રોસેસ કરાવનારા મિત્રો મેહુલભાઈ ઠક્કરની ઓફીસે તપાસ કરતા મેહુલ ઠક્કર સહિતના એજન્ટોએ 14 લોકો પાસેથી બીજાના બહાને 4.97 કરોડ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મેહુલ ઠક્કર તેમજ તેના મળતિયાઓ પ્રષિણચંદ્ર મણીલાલ સોલંકી, ડો.નિરવ ચૌહાણ અને ડો.જીગ્નેશ હરીભાઈ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

  • મેહુલ ઠક્કર અને પ્રવીણ સોલંકી અમેરિકા ભાગી ગયા

મેહુલ ઠક્કરની ઓફિસે જઈ તપાસ કરતા ત્યાં હાજર કર્મીઓએ એવું કહ્યું કે તેઓ તેમની માતાની સારવાર કરાવવા માટે મુંબઈ ગયા છે. જ્યારે ડોક્ટર નિરવની ઓફિસે જઈ તપાસ કરતા મેહુલ ઠક્કર તથા પ્રવિણચંદ્ર સોલંકી અમેરિકા
જતો રહ્યો હોવાનો જાણવા મળ્યું હતું. છેતરપીંડી કરેલ હોવાનો અહેસાસ થતા આશરે 40-50 લોકોને 2023માં બરોડા પ્રોડકટીવીટી કાઉન્સીલ હોલ, અલકાપુરી, વડોદરા ખાતે ભેગા થઈ મીટીંગ કરી હતી. પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

  • કોની પાસેથી કેટલા રૂપિયા ઠગોએ પડાવ્યા
  1. આશિષ જગદિશભાઈ જોષીના રૂ.50 લાખ
  2. વિજયભાઈ અમરભાઈ પરીખ રૂ.34 લાખ
  3. પરીમલ હસમુખભાઈ મહંત રૂ.35 લાખ
    4.ક્રિષ્ણાબેન ગૌસંગ ભાઈ ગજ્જર રૂ.12.50 લાખ
  4. અનિલકુમાર સંગારામ પરમાર રૂ.35 લાખ
  5. ભાવેશ કુમાર જશવંતભાઈ ચૌહાણ રૂ.47 લાખ
  6. લોમેશ શરણભાઈ બારોટ રૂ.25 લાખ
    8.મોનલકુમાર ૨જનીકાંત પટેલ રૂ.25 લાખ
  7. જલ્પામેન ધનેન્દ્રભાઈ પટેલ રૂ.40 લાખ
  8. સુરજભાઈ મહેન્દ્રકુમાર જાદવ રૂ.5 લાખ
    11.શંકરભાઈ ચતુરભાઈ પટેલ રૂ.35 લાખ
  9. પરિચયભાઈ ૨મેરાચંદ્ર રાઠોડ રૂ.8 લાખ
  10. જયકુમાર મુકેશભાઈ પટેલ રૂ.26 લાખ
  11. સોનલબેન હિરેનકુમાર પટેલ રૂ.40 લાખ
  12. નવનીતભાઈ હીરાભાઈ પરીખ રૂ.40 લાખ
  • વિશ્વાસ આવે માટે બાયોમેટ્રિક કરાવવા અમદાવાદ મોકલ્યા

કોરોના મહામારીની અસર ઓછી થતા જનજીવન સામાન્ય બનતા વૃદ્ધે મેહુલ ઠક્કર પાસેથી અમારા વિઝા પ્રોસેસ માટેની વાત કરી હતી અને વિઝા પ્રોસેસ વિષે જાણાવા માટે અવાર-નવાર જતા હતા.જેથી મેહુલ ઢક્કરે તેમને વર્ષ 2021માં લેટર ઓફ સપોર્ટ અને ત્યારબાદ બાયોમેટ્રીક લેટર ઈ-મે ઇલ દ્વારા મોકલ્યો હતો. ત્યારબાદ તેમને વિશ્વાસ આવે માટે અમદાવાદ ખાતે બાયોમેટ્રીક કરાવવા માટે મોકલ્યા હતા. જેના આધારે અમદાવાદ ખાતે આવેલા એપોલો હોસ્પિટલમાં વૃદ્ધે પોતાના ખર્ચે મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. જે બાદ સુધીમાં તેઓના જણાવ્યા મુજબ વર્ષ 2021 સુધી અમારા વિઝા નહીં આવતા તે બાબતે પુછતા યોગ્ય જવાબ નહીં આપી બહાના બતાવતા હતા.

Most Popular

To Top