Vadodara

વડોદરા : સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ ધરાશાયી

મોડી રાત્રી દરમિયાન ઘટના બનતા જાનહાનિ થતા ટળી :

દરરોજ અહીં 100 થી 200 વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે :

( પ્રતિનિધિ ) વડોદરા તા.21

વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના થતા ટળી છે શહેરના દાંડિયા બજાર અરવિંદ આશ્રમની બાજુમાં આવેલ સરકારી ટેકનીકલ હાઈસ્કૂલનો કેટલો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી મોટી હોનારત થતા અટકી હતી. હાલ સમગ્ર બનાવે એક તરફી વાહન વ્યવહારને અટકાવી સરકારી ટેકનીકલ હાઈસ્કૂલની ઇમારતને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથધરાઈ છે.

હાઈસ્કૂલની લેબમાં મુકેલી મશીનારીને ભારે નુકસાન

વડોદરા શહેરમાં મોડી રાત્રે એક હાઈસ્કૂલની ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દાંડિયા બજાર અકોટા બ્રિજ ચાર રસ્તા નજીક અરવિંદ આશ્રમ ની બાજુમાં સરકારી ટેકનીકલ હાઈસ્કૂલ આવેલી છે. અઢી વાગ્યાની આસપાસ આ ટેકનિકલ હાઈસ્કૂલનો મુખ્ય પ્રવેશ દ્વાર પાસેનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે રાત્રી દરમિયાન આ બનેલી ઘટનાને લઇ કોઈ વિદ્યાર્થીઓ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. સરકારી ટેકનીકલ હાઈસ્કૂલમાં લેબનો ભાગ હતો. જે તૂટી પડ્યો હતો. સદનસીબે વિદ્યાર્થીઓ આ લેબમાં હાજર ન હતા. નહીં તો મોટી હોનારત થઈ હોત. આ સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલની ઈમારત વર્ષ 1960માં બની હતી.

ટેક્નિકલ હાઈસ્કૂલની ઈમારતને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ :

સરકારી ટેકનીકલ હાઈસ્કૂલમાં રાત્રી દરમિયાન ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ જયેશભાઈ બારીયાએ જણાવ્યું હતું કે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. હું પોતે અહીંયા હાજર હતો. બિલ્ડીંગમાં કોઈ હાજર ન હતું. દરરોજ 100 થી 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે જેમનો સમય સવારે 10 થી 5:00 વાગ્યાનો છે આજે કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા નથી અને રાત્રી દરમિયાન આ હાઈસ્કૂલ બંધ હોય છે. મળતી માહિતી અનુસાર 1 જાન્યુઆરીથી આ લેબને બંધ કરવામાં આવી હતી. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ લેબમાં મુકેલ કેટલીક મશીનરી ને નુકસાન પહોંચ્યું છે.

Most Popular

To Top