Vadodara

વડોદરા : સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ ઝેડ એન ઘાસુરાની બદલી, ફર્સ્ટ પીઆઇ તરીકે એસ જે પંડ્યાની નિમણૂક

પ્રતિનિધિ વડોદાર તા.8
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઇ ઝેડ એન ઘાસુરાની બદલી કરીને તેમની જગ્યા પર પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે પંડ્યાની નિમણૂકર કરવામાં આવી છે.
વડોદરા શહેર પોલીસ વિભાગમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશન તથા એજન્સીઓમાં સમયાંતરે બદલીનો દોર આવતો રહેતો હોય છે. પોલીસ કમિશનર દ્વારા એક જ જગ્યા પર વધુ સમયથી ફરજ બજાવતા હોય તેમના અધિકરી અને કર્મચારીની બદલી આંતરિક રીતે કરતા હોય છે અથવા તો અધિકારી કે કર્મચારી કોઇ વિવાદમાં સપડાય તેમજ તેમની નિરસ કામગીરીના કારણે પણ આ કર્મચારીની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવતી હોય છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી આઇ ઝેડ એન ઘાસુરીની છેલ્લા કેટલાક સમયથી કામગીરી દેખાતી ન હતી ત્યારે આ ઉદાસીનતા ભરી કામગીરીના કારણે પીઆઇની બદલી કરીને તેમને લાઇસન્સ બ્રાન્ચમાં મુકી દેવામાં આવ્યાં છે. જ્યારે તેમની જગ્યા પર સયાજીગંજ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એસ જે પંડ્યાની ફર્સ્ટ પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય પીઆઇ પર બદલીનો ગંજીપો ચીપવામાં આવે તો નવાઇ નહી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top