Vadodara

વડોદરા : સમા વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી બાઇક સવાર ગઠિયા ફરાર

ઘરેથી જમ્યા બાદ દંપતી ચાલવા માટે નીકળ્યું હતુ

પતિએ બુમાબુમ કરી પીછો કર્યો પરંતુ ચેઇન સ્નચરો ફરાર થઇ ગયાં

 (પ્રતિનિધિ) વડોદરા તા.3

વડોદરા શહેરમાં ફરી બાઇક પર લોકોના ગળામાંથી સોનાની ચેઇન તોડતી ટોળકી સક્રિય બની છે. સમા વિસ્તારમાં જમ્યા બાદ દંપતી ચાલવા માટે નીકળ્યું હતું. ત્યારે તેમની પાસે બાઇક સવાર બે ગઠિયા આવ્યાં હતા અને પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાંથી 25 હજારની સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. મહિલાના પતિએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

વડોદરા શહેરના સમા સંજયનગર વિસ્તારમાં આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા નિમિષ ભુપેન્દ્રકુમરમાર શાહ (ઉં.વ. 50) ટી.સી.એસ. કંપની યુરેકા સેન્ટર રામેશ્વર બિલ્ડિંગ સુભાનપુરા  ખાતે ટીમ મેનેજર તરીકે બાર વર્ષથી નોકરી કરે છે. તેઓ ગત 2 મેના રોજ તેઓ પત્ની ડિમ્પલબેન સાથે જમી ઘરેથી ચાલવા નીકળ્યા હતા અને  જીઆઇપીસીએલ સર્કલથી ચાણકયપુરી ચાર રસ્તા થઈ સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ થઈ તેમના ઘર તરફ પરત આવી રહ્યા હતા. દરમિયાન તે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં અંબિકા ફોટો સ્ટૂડીયોની સામેની ગલીમાંથી બાઈક પર બે યવકો તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ તેઓએ  અચાનક તેમની પત્નીના ગળામાં હાથ નાખી સોનાની ચેઇન તોડી ભાગ્યા હતા. પરંતુ  તેઓએ બુમાબુમ કરી તેમનો પીછો કર્યો હતો પરંતુ તે છોકરાઓ બાઇક પુરઝડપે દોડાવીને મહેસાણા નગર તરફ ભાગી ગયા હતા. બાઇક પર આવેલા શખ્સો પૈકી પાછળ બેઠેલા ગઠિયાએ 25 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી લીધી હતી. જેથી મહિલાના પતિએ સમા પોલીસ સ્ટેશનમાં બે ચેઇન સ્નેચરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top