Vadodara

વડોદરા : સમા વિસ્તારમાં ચોરી કરવા ત્રાટકેલી ચડ્ડી બનિધારી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ

વડોદરા શહેરના વિસ્તારમાં મોડી રાત્રિના સમયે ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી. સોસાયટીમાં લગાવેલા કેમેરામાં આ ગેંગ કેદ થઈ ગઈ હતી. જોકે કોઈ મકાનમાં ચોરી થઈ હોય તેવી સત્તાવાર માહિતી હજી સુધી મળી નથી.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરવા માટે ત્રાટકતી હોય છે. તાજેતરમાં વડસર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચડ્ડી બનિયાન ધારી ટોળકી રાત્રિના સમયે એક મકાનમાંથી આખેઆખી મીની તિજોરી ઉઠાવીને ભાગી હતી. દરમિયાન અવાજ થવાના કારણે સિક્યુરિટી ગાર્ડ જાગી ગયા ચોરોને પડકાર્યા હતા ત્યારે ગાર્ડ પર તેઓએ પથ્થરોથી હુમલો કર્યો હતો. ત્યારે ફરીવાર આ ચડ્ડી બનીયાન ધારી ટોળકી સમા વિસ્તારમાં આવેલી દર્શનમ સોસાયટીમાં મોડી રાત્રિના સમયે ત્રાટકી હતી. ત્યારે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ટોળકી કેદ થઈ ગઈ હતી. જોકે કોઈ ઘરમાં ચોરી થઈ હોય તેવી સત્તાવાર માહિતી પોલીસ પાસેથી જાણવા મળી નથી.

Most Popular

To Top