વડોદરા શહેરના સમા વિસ્તારમાં એબેકસ સર્કલ ખાતે લાઈવ બ્રિજ બનાવવાની કામગીરીને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પરથી કરાયું છે. અમિત નગર થી વાયા એબેકસ સર્કલ થઈને એક્સપ્રેસ હાઈવે ચોકડી તરફ જતા ઉપરાંત દુમાડ ચોકડીથી અમિતનગર તરફ આવતા તમામ વાહનો માટેની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા તળાવ (એબેકસ) જંકશન પર નવીન ફ્લાય ઓવર બ્રીજની કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે આ કામગીરી દરમ્યાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે સંચાલન થાય તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામૃત પ્રસિદ્ધ કરાયું છે. બ્રિજને લગતી કામગીરી શરૂ થનાર હોય ત્યારે 22 નવેમ્બર 2024થી બે વર્ષ સુધી અથવા એબેક્સ નવીન બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામુ અમલમાં રહેશે. જેમાં તમામ પ્રકારના ભારદારી વાહનો સહિત એસ.ટી.બસ, વિટકોસ બસ માટે દુમાડ બ્રિજથી સમા કેનાલ ત્રણ રસ્તા, અબેકસ સર્કલ થઇ અમિતનગરબ્રિજ નીચેથી અવર જવર કરી શકશે નહીં. જ્યારે દુમાડ બ્રિજ નીચેથી, ગોલ્ડન બ્રિજ, હરણી રોડ, ગદા સર્કલ હરણી જુના જકાતનાકા સર્કલ માણેકપાર્ક સર્કલ, અમિતનગર બ્રિજ થઇ જઇ શકશે. દુમાડ બ્રિજથી ફર્ટીલાઇઝર બ્રિજ નીચે, છાણી રોડ, છાણી જકાતનાકા સર્કલ, નિઝામપુરા રોડ ફતેગંજ સર્કલ થઇ જઇ શકાશે. તેવી જ રીતે તમામ પ્રકારના લાઇટ મોટર વાહનો માટે દુમાડ બ્રિજ નીચેથી સમા-સાવલી રોડ સમા કેનલ ત્રણ રસ્તા થઇ એબેકસ સર્કલ જતાં વાહનો પર પ્રતિબંધ કરાયો છે. દુમાડ બ્રિજ નીચેથી સમા-સાવલી રોડ, સમા કેનલ ત્રણ રસ્તાથી જમણી બાજુ, સમા,છાણી કેનલ રોડ, શકિત એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા (ધ્વારકેશ કોર્નર) સમા છાણી કેનાલ રોડથી ડાબી બાજુ, વિશ્વકર્મા સર્કલ, સમા મામલદાર કચેરી ત્રણ રસ્તા, સમા ગામ, જલારામ મંદિર ત્રણ રસ્તાથી સીધા GIPCLસર્કલથી જીપીસી સર્કલ, મંગલ પાન્ડે રોડ, એલ એન્ડ ટી સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે. દુમાડ બ્રિજ નીચેથી સમા-સાવલી રોડ, સમા કેનાલ ત્રણ રસ્તાથી ડાબી બાજુ, શિવમ મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ. માતૃભવન ત્રણ રસ્તા, શેરવુડ ત્રણ રસ્તાથી શ્રીજી એવન્યુ ત્રણ રસ્તા અવિરલ સોસાયટી, સમા લીંક રોડ,ડમરૂ સર્કલ થઇ, જે તે તરફ જઈ શકાશે.અમિતનગર બ્રિજથી એકસપ્રેસ હાઇવે જતાં લાઇટ મોટર વાહનો અમિતનગર બ્રિજ નીચે માણેકપાર્ક સર્કલ, હરણી એરપોર્ટ રોડ હરણી જુના જકાતનાકા સર્કલ, ગદા સર્કલ, દેણાબ્રિજ/ગોલ્ડન બ્રિજ થઇ જે તે તરફ જઈ શકાશે. (2) અમિતનગર બ્રિજ નીચેથી સીથા સમા-સાવલી રોડ, ઉર્મિ બ્રિજત્રણ રસ્તાથી મેટ્રો હોસ્પિટલ રોડ હરણી જૂના જકાતનાકા સર્કલ ગદા સર્કલ બ્રિજ/ગોલ્ડન બ્રિજ થઇ જે તે તરફ જઈ શકાશે.
વડોદરા : સમા વિસ્તારમાં એબેક્સ સર્કલ ખાતે ફલાય ઓવરબ્રિજની કામગીરીને લઇ જાહેરનામું પ્રસિદ્ધ
By
Posted on