Vadodara

વડોદરા : સમા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

પ્રતિનિધિ વડોદરા તા.2
સમા વિસ્તારમાંથી વર્ષ 2023માં ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ભાગતા ફરતા રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
વડોદરા શહેરના વિસ્તારમાંથી વર્ષ 2023 માં પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. પરંતુ આ કેસમાં સંડોવાયેલો આરોપી અવતારસિંગ ઉર્ફે વીકી સરદાર પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા એક વર્ષથી નાસ્તો પડતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં 2 ઓક્ટોબરના રોજ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે આ દારૂ ના ગુનામાં ફરાર આરોપી સમા ચાણકયપુરી જોએલનગર સોસાયટીના નાકે ઉભો છે.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી પંજાબ ખાતે ભાગી ગયો હતો. દરમિયાન પંજાબ થી વડોદરા આવતા જ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી સમા પોલીસ સ્ટેશનમાં સોપ્યો છે. હાલ પકડાયેલો આરોપી અવતારર્સિંગ ઉર્ફે વીકી સરદાર સામે અગાઉ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના તેમજ ખંડણીના 6 ગુનાઓ નોંધાયેલા છે.

Most Popular

To Top