Vadodara

વડોદરા : સમા પોલીસના વહીવટદારે મસમોટી રકમનું સેટિંગ કરાવી બૂટલેગરના પુત્રને ધરપકડથી બચાવ્યો

એસઓજી પોલીસે રેડ કરીને બુટલેગર પુત્રને દારૂ સાથે  ઝડપી પાડ્યો હતો

વહીવટદારના સમા વિસ્તારમાં દારૂનો ધંધો કરતા બૂટલેગરો પર ચાર હાથ

પ્રતિનિધિ વડોદરા તા.13

સમા સંજયનગર વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા રેડ કરીને બૂટલેગરને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની જાણ થતા બૂટલગરોના ફેવરિટ અને ચાર હાથ ધરાવનાર સમા પોલીસના વહીવટદર દોડી આવ્યા હતા અને મસમોટી રકમનો તોડપાણી કરી બુટલગરને ધરપકડમાંથી બચાવ્યો હતો. એસઓજીની નીકળી જતા વહીવટદાર પણ બુટલેગરના પુત્ર સાથે ચર્ચા કરીને નીકળ્યાં હતા.

વડોદરાના સમા વિસ્તારમાં આવેલા સંજયનગરમાં થોડા મહિનાઓ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તેમ છતાં આ વિસ્તારમાં બિન્દાસ્ત રીતે વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દરમિયાન 12 જાન્યુઆરીના  રોજ એસઓજી પોલીસ દ્વારા સમા સંજયનગરમાં રેડ કરવામાં આવી હતી. ત્યારે મોટાપાયે દારૂનો ધંધો કરતો બુટલેગર રમણ મળી આવ્યો ન હતો. પરંતુ બુટલેગરો પુત્ર દિપો મળી આવતા એસઓજી દ્વારા તેને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની જાણ બુટલેગરો પર ચાર હાથ ધરાવનાર અને બુટલેગરોને સાચવાનાર સમા પોલીસ સ્ટેશનના વહીવટદારને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એસઓજી પોલીસના કર્મચારીઓને સાઇડમાં લઇ જઇને તેમની સાથે બુટલેગર પુત્રને એરેસ્ટ નહી કરવાની વાત કરી મસમોટો તોડપાણી કરી આપવા માટેનું સેટિગ કર્યું હતું. જેથી તોડપાણી થઇ જવાના કારણે બુટલેગરની ધરપકડ કરવામાં આવી ન હતી. ત્યારબાદ વહીવટદાર બુટલેગરના પુત્ર સાથે વાત કરી રવાના થયાં હતા. સમા એસઓજીએ રેડ કરી હોવાની જાણ થતા વહીવટદારે દોડધામ કરી મુકી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Most Popular

To Top