Vadodara

વડોદરા : સમા કેનાલ પાસે આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલે FRCના નિયમોના લીરેલીરા ઉડાવ્યા,વાલીઓમાં રોષ

FRCમાં નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી વસુલવામાં આવી રહી હોવાના વાલીઓના આક્ષેપ :

વધુ પડતી ફી વસૂલવા છતાં પોદ્દાર સ્કૂલમાં સુવિધાઓનો અભાવ

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

વડોદરા શહેરમાં પોદ્દાર વર્લ્ડ સ્કૂલની બીજી બ્રાન્ચમાં પણ એફઆરસીના નીતિ નિયમોને નેવી મૂકીને ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સમા કેનાલ પાસે આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલે FRCના નિયમોનું ઉલ્લંઘ્ઘન કરી વધુ ફી વસુલવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ હાજર હોવા છતાં મળવા નહિ આવતા અને મેનેજમેન્ટ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાના પણ આક્ષેપ વાલીઓએ કર્યા હતા.

વડોદરા શહેરના સામા કેનાલ પાસે આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલે વધારે પડતી ફી વસૂલી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. વાલીએ જણાવ્યું હતું કે બરોડામાં એફઆરસી છે એના મુજબ આ સ્કૂલ એક્ટ કરી નથી રહી. મારા બાળકો છે. જે ત્રણ વર્ષથી અહીંયા ભણી રહ્યા છે. આ ચોથું વર્ષ છે. તો દર વર્ષે ફી નો વધારો કરે છે. અમે ત્રણ વર્ષથી ભરી રહ્યા છે. જ્યારે આ ચોથા વર્ષમાં બાળકો આવ્યા. ત્યારે પૂછ્યું કે આ તમે જે ફી વધારી રહ્યા છો શાની માટે વધારી રહ્યા છે. તો કોઈ જવાબ મળ્યો નહીં. તેથી કરીને મેલ મારફતે પણ રજૂઆત કરી હતી તો એમણે મને બોલાવ્યો અને જણાવ્યું કે અમે કશું નથી કરી શકતા, મેનેજમેન્ટ નક્કી કરે છે, પણ જે હોય એ તમારે ચૂકવવી પડશે. એફઆરસી નું બોર્ડ માર્યું છે પણ એમાં આ પ્રકારની ફી નો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને મેં આરટીઆઈ કરીને પણ એફઆરસીનો ઓર્ડર માંગવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025 નો જેમાં 2023-24 નો એક એપ્લિકેશન આપેલી છે. જેમાં આ લોકોએ ફી ની માંગણી કરી હતી તેમણે બતાવ્યું છે કે અમારે 11 કરોડ નો ખર્ચો છે. એની સામે અમારે નવ કરોડ આવી રહ્યા છે. અને એમણે અલગ અલગ ખર્ચાઓ બતાવ્યા છે. જે એફઆરસી એ રદ કરી દીધા છે. ત્રણ વર્ષથી અમારી પાસે બાળકોની ફી વધારે લઈ રહ્યા છે. આ અંગે અમે ફરિયાદ DEO કચેરીમાં પણ કરેલી છે. એજ્યુકેશન મિનિસ્ટરને પણ આપેલી છે અને એક કોપી મેં સીએમને પણ ફોરવર્ડ કરી છે. મારા બાળકની એક લાખ રૂપિયા વધારે કરી છે અને મારો બીજું બાળક પણ અહીંયા ભણે છે. બીજા એક વાલીએ જણાવ્યું હતું કે, મારી જોડે પર્સનલી એક્સપિરિયન્સ થયો હતો. આ લોકો જેવી ગરમી ચાલુ થાય એટલે એસી કરી બંધ કરી દે છે અને અહીંના એડમીન જે છે. એ મારી સાથે પણ અપશબ્દ જેવું વર્તન કરે છે. મારી પણ થોડી એમની સાથે બોલાચાલી થઈ ગઈ હતી. એવો અનુભવ બીજા વાલીઓને પણ થયો છે. પ્રિન્સિપાલ કોઈ પણ દિવસ બહાર નથી આવતા કાચમાંથી દેખાય છે કે બેઠા છે, પણ ત્યાંનો સ્ટાફ મળવા જ નથી દેતા મારા બાળકની 60,000 ફી છે અને FRC પ્રમાણે 47000 આવે. અન્ય એક વાલીએ કહ્યું હતું કે, આ લોકો જે છે એ એપ્રિલ મે અને જુનની ફી ક્વોટરની એડવાન્સ લઈ લે છે છતાં પણ જૂન ની 15 તારીખથી ફીની ડિમાન્ડ કરે છે આગામી મહિનાની જો ફી લેટ કરો તો લેટ ફી એ પણ પર ડેની લગાવે છે. તમે જેટલી ફી લીધી એટલી અહીંયા ફેસિલિટી નથી આપી. છોકરાઓને એસી નહીં પાણી નહીં બીજા ડિપાર્ટમેન્ટમાં જઈને છોકરાઓ પાણી ભરીને લઈને આવે છે. વોશ રૂમ પણ ગંદુ છે એકદમ સાફ-સફાઈ પણ થતી નથી. માટે અમે આટલી વધારે પડતી ફી નહીં ભરીએ. ઉલ્લેખનીય છે કે, સિનિયર કેજી માં 33,000 સામે 51,360 વસૂલ્યા છે. જુનિયર કેજીમાં 33000 સામે 48 હજાર અને 15000 વધુ વસુલવામાં આવ્યા છે અને નર્સરીમાં 33,000 ની સામે 43,200 લઈ રૂ.10,000 વધુ લીધા છે. ત્યારે દરેક ધોરણમાં 12000 થી લઈ 15,000 નો વધારો કરીને ઉઘરાણી કરી છે. ત્યારે વાલીઓએ હવે સ્કૂલની મનમાની સામે બાંયો ચડાવી છે.

Most Popular

To Top