બેભાન હાલતમાં બંનેને સારવાર માટે એસએસજીમાં ખસેડાયાં, બુમાબુમ થતા હુમલાખોર ભાગ્યા, ત્રણ ભાઇઓ સહિત ચાર સામે ગુનો દાખલ
પ્રતિનિધિ વડોદરા તા.22
રૂપિયાની લેણદેણમાં થયેલા ઝઘડાનું સમાધાન કરવા માટે બોલાવ્યા બાદ મામા અને ભાણેજ પર ચાર જેટલા શખ્સોએ લોખંડની પાઇપ અને પંચ વડે હિંસક હુમલો કર્યો હતો. બુમાબુમ થતા ચાર હુમલાખોરો ભાગી ગયા હતા. બેભાન હાલતમાં મામા ભાણેજને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખેસડાયા હતા. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે પોલીસે ચાર હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા અલમ રહેવા પાર્કમાં રહેતા અમનઅલી મિનાજઅલી સૈયદ પર ગત 20 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે હશનખાન અંસારખાન ૫ઠાણે ફોન કરીને જણાવ્યું હતું કે તારે અરબાઝ ચંદઆલમ પઠાણ પાસેથી જે રૂપિયા લેવાના છે તે હું તને આપુ તુ રેલ્વે સ્ટેશન પાસેની હોટલ ગેહલોત પાસે આવી જા. જેથી યુવક હોટલ ગહલોત પાસે જતા મિત્ર અરબાઝ પઠાણને બોલાવ્યો હતો. ત્યાં હશનખાન પઠાણ પહેલેથી ઉભો હોય તેણે યુવકને કહ્યું હતું કે તારે અરબાઝ પાસેથી લેવાના રૂપિયા ભુલી જા હવે તને રૂપિયા નથી લેવાના તેમ કહી બોલાચાથી કરવા લાગ્યો હતો. જેથી મિત્ર અરબાઝે રૂપિયા મારે તને આપવાના છે. તારે હશનખાન સાથે કોઈ બોલચાલી કરવાની નથી. જેથી બંને મિત્રો યુવકના મામાના ઘરે આવી ગયા હતા. દરમિયાન તેમના મામા આશીફખાન રહીશખાન પઠાણના મોબાઈલ પર સદામખાન પઠાણે ફોન કરી જણાવ્યું હતું કે અમનઅલી સાથે ગઈકાલે રાત્રીના રૂપિયાની લેવડ-દેવડ બાબતે બોલાચાલી થઇ છે. જેથી તમે અમનઅલીને સાથે લઈને આવી જાવ સમાધાન કરી નાખીએ. ત્યારબાદ અમનઅલીને તેના મામા આશીફખાન રહીસખાન પઠાણ સદામખાન પઠાણ રોશનપાર્ક અર્બન હેલ્થ સેન્ટરની સામે નવાયાર્ડના ઘરે આવ્યા હતા અને સમાધાન બાબતે વાતચીત કરતા હશનખાન પઠાણ સમાધાન નથી કરવું તેમ કહી ઝઘડો કરતા તેઓ નીચે ઉતરી ગયા હતા. દરમિયાન ઝફરખાન અંસારખાન પઠાણ લોખંડના પાઈપ વડે અમનઅલી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ હુસેનખાન પઠાણ, તથા ઝફરખાન પઠાણ તથા સદામખાન અંસારખાન પઠાણે તેમના મામા પર પણ લોખંડનો પાઈપનો માથામાં ફટકો મારી પંચ વડે હુમલો કર્યો હતો. દરમિયાન બુમાબુમ થતા હશનખાન અને તેના ભાઈઓ અને શિવાનખાન ત્યાથી ભાગી ગયા હતા. મામા ભાણેજને બેભાન હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે હસનખાન, જફરખાન, સદામખાન તથા શિવાનખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.