વડોદરા સબ રજિસ્ટ્રાર-૮ ની કચેરીનું કામ હોય તો હવે આ સરનામે જજો – Gujaratmitra Daily Newspaper

Vadodara

વડોદરા સબ રજિસ્ટ્રાર-૮ ની કચેરીનું કામ હોય તો હવે આ સરનામે જજો

*સબ રજીસ્ટ્રારની વડોદરા-૮ની કચેરી નવા સરનામે કાર્યરત*

સબરજીસ્ટ્રાર કચેરી, વડોદરા-8 (વડસર)ને નવિન મોડેલ કચેરીમાં તબદીલ કરવામાં આવતા કચેરીના સરનામામાં નીચે મુજબ ફેરફાર થયેલ છે, તો હવે પછી તા.17/09/2024 થી આ કચેરીના કામકાજ માટે નવિન કચેરીના સરનામે સંપર્ક કરવા તથા પત્રવ્યવહાર કરવા આથી સબંધકર્તાઓને જણાવવામાં આવે છે.

અત્યાર સુધીમાં આ કચેરી સબરજીસ્ટ્રાર કચેરી વડોદરા-8 (વડસર) નર્મદાભવન, પ્રથમ માળ ખાતે કાર્યરત હતી. તે હવે સબરજીસ્ટ્રારશ્રીની કચેરી વડોદરા-8 (વડસર) કુબેરભવન, ઈ – બ્લોક, રુમ નં. 626 તથા 627 કોઠી કંપાઉન્ડ, વડોદરા ખાતે કાર્યરત થઇ છે. તેથી સ્થાવર-જંગમ મિલકતોના દસ્તાવેજોની નોંધણી કામગીરી સાથે સંકળાયેલ તમામ પ્રતિનિધિઓ તેમજ અરજદારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top