Vadodara

વડોદરા : સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે,ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો

ધમકીભર્યો મેલ મળતાં વાલીઓ ચિંતામાં મુકાયા

વડોદરા શહેરમાં સતત બીજા દિવસે સ્કૂલને બોમથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો છે. બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે

રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો છે. બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ-ઓપરેશન શરૂ કર્યું છે. ધમકી ભર્યો મેલ મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતાં વાલીઓ ચિંતામાં મુકાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે 23 જૂનના રોજ સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને વહેલી સવારે 6.50 સ્કૂલમાં બોમ્બ મુક્યો છે અને બે વાગે બ્લાસ્ટ થશે તેવી ધમકી ભર્યો મેલ કરવામાં આવ્યો હતો. નવરચના સ્કૂલને ધમકી ભર્યો મેલ મોકલ્યો હતો તેની એક મિનિટ પહેલા જ રિફાઇનરી સ્કૂલના પ્રિન્સિપાલને પણ સોમવારે સવારે મેલ મોકલવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે મેલ ધ્યાનમાં આવતા સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી છે. બંને ધમકી ભર્યા મેલ એક જ આઈડી પરથી મોકલવામાં આવ્યા હતા અને વિગત પણ એક સરખી જ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

Most Popular

To Top