Vadodara

વડોદરા : સગીર યુવકે વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી કોમના લોકોમાં ભારે આક્રોશ

પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું, કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જ પોલીસ કાફલો ખડકી દેવાયો, સગીરને ધમકી આપનાર મુસ્લિમ યુવકની ધરપકડ

વડોદરા તારીખ 30
સયાજીગંજના પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં રહેતા સગીરે વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી કોમના લોકો ભારે રોષે ભરાયા હતા અને સગીરને ધમકી આપી હતી. જેના કારણે પ્રિય લક્ષ્મી મિલ ખાતે વાતાવરણ તંગ બની ગયું હતું. મોડી રાત્રિના સમયે કઈ છમકનું સર્જાય તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. વાતાવરણ ડહોળાય તે પૂર્વે જ ધમકી આપનાર લઘુમતી કોમના યુવકને ઝડપી પાડ્યો હતો.
નવરાત્રિના દરમિયાન હિન્દુ યુવક દ્વારા લઘુમતી કોમના લોકોની લાગણી દુભાય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વીકી કર્યો હતો. જેના કારણે જૂનીગઢી વિસ્તારમાં કોમ છમકલુ સર્જાયું હતું અને ભારે પત્થરમારો થયો હતો. જેમાં પોલીસે ત્વરિત એક્શનમાં આવી હતી અને વિડિયો વાયરલ કરનાર તથા પથ્થરમારો કરનાર લોકોને પણ ઝડપી પાડવામા આવ્યા હતા. ત્યારે વધુ એક વિવાદિત વિડિયો સયાજીગંજ વિસ્તારમાં આવેલી પ્રયલક્ષ્મી મિલના સગીરે વાયરલ કર્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું અને વિડિયો વાયરલ કરનાર સગીરને કેટલાક લઘુમતી કોમના લોકો દ્વારા ધમકી આપવામાં આવી હતી અને હુમલો કરવાનું પ્લાનિંગ પણ કરાયુ હતું. જેની માહિતી સયાજીગંજ પોલીસને મળી હતી ત્યારે પોલીસ સ્ટાફ અને એસીપી ડી જે ચાવડા સહિતની કાફલો પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં પહોંચી ગયો હતો અને શહેરનું વાતાવરણ ડહોળાય તે પહેલા પોલીસે હિંદુ સગીરને ધમકી આપનાર હાફીજ શેખ નામના શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દેવ દિવાળી દરમિયાન પરંપરા મુજબ નરસિંહજીનો વરઘોડો નીકળતો હોય ત્યારે એ પૂર્વે તથા વરઘોડા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top