Vadodara

વડોદરા : સગીર કન્યાઓને ઘરમાં એકલી રાખતા પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો, વૃદ્ધ પાડોશીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું

ઘરમાં સગીર દીકરીઓને એકલી રાખતા પરિવારો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોરવા વિસ્તારમાં 16 વર્ષીય સગીરા ધોરણ 11માં અભ્યાસ કરે છે. સગીરા પાડોશમાં રહેતા 60 વર્ષના વૃદ્ધને અંકલ કહે છે. ત્યારે આજ અંકલે સગીરાને ફ્લેટના બેઝજમેન્ટમાં લઈ જઈને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં વૃદ્ધ દ્વારા કરાયેલી કરતૂત કંડારાઈ ગઈ હતી. સગીરાના પરિવારે કેમેરા ચેક કરતા વૃદ્ધનો પર્દાફાશ થયો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોરવા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પોતાના પરિવાર સાથે રહે છે અને ધો.11માં અભ્યાસ કરે છે. પિતા નોકરી ગયા હતા ત્યારે સગીરા ઘરે એકલી હતી તે દરમિયાન તેની પાડોશમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ તેના ઘરે આવ્યો હતો. પરંતુ સગીરાને મનમાં સહેજ પણ કોઈ શંકા ન હતી કે જેને તે અંકલ કહે છે તે જ વ્યક્તિ તેની સાથે આવુ કરશે. વૃદ્ધ આરોપી સગીરાને પટાવીને ફ્લેટના બેઝમેન્ટમાં લઈ ગયો હતો અને સગીરા સાથે શારીરિક અડકલા કર્યા બાદ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સગીરા એ વૃદ્ધનો પ્રતિકાર કરવા સાથે બુમરાણ મચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વૃદ્ધે સગીરાનું મોઢું દબાવી દીધું હતું અને ધમકી આપી હતી કે આ વાતની કોઈને જાણ કરીશ તો તને મારીશ. જેથી સગીરા ડરી ગઈ હતી. બેઝમેન્ટમાંથી સગીરા ઉપર એના ઘરે આવતી હતી ત્યારે નોકરી પરથી પરત આવેલા પિતા તેને જોઈ ગયા હતા. જેથી પિતાએ તેને કેમ નીચે બેઝમેન્ટ માં ગઈ હતી તેમ પૂછતા તેણીએ તમામ હકીકત પિતાને જણાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીર પીડિતાના પરિવારે બેઝમેન્ટમા લગાવેલા સીસીટીવીની તપાસ કરતા વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી કરતૂતનો પરદાફાસ થયો હતો. જેથી સગીરાના પરિવારે ગોરવા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં 60 વર્ષીય વૃદ્ધ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સગીરાનુ પણ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અગાઉ પણ આ વૃદ્ધ આરોપી દ્વારા સગીરા સાથે ત્રણથી ચાર વાર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.
એસીપી આર.ડી કવાએ જણાવ્યું હતું કે સગીરા સાથે બનેલી ગંભીર ઘટનાના કારણે સ્થાનિક લોકોએ આરોપીને માર મારવામાં આવ્યો હતો. જેથી તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસ દ્વારા સ્થળ પરથી ઘટના અંગેના સાયન્ટીફીક પુરાવા એકત્ર કરવા સાથે સ્થળ પર પંચનામુ કરીને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી તેલની બોટલ આવ્યું છે.

Most Popular

To Top