સગીરાને અલગ અલગ જગ્યા પર લઇ ગયા બાદ તેના પર મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારનાર તથા પોક્સોના ગુનાના આરોપીને તકસીરવાન ઠેરવીને કોર્ટે 20 વર્ષની સખત કેદીની સજા ફટકારી છે. ઉપરાંત સગીરાને બાળક જન્મ્યુ હોય તેના તથા બાળક માટે પણ રૂ. 10 લાખનું વળતર ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.
વડોદરા શહેરના સરસીયા તળાવ મગર સ્વામી આશ્રમ જવાના રોડ પર આવેલા મદાર મહોલ્લામાં રહેતા અઝીમુદ્દીન બદરૂદ્દીન સૈયદ દ્વારા સગીર વયની દીકરીને આજવા નિમેટા ફરવા લઇ જવાનું કહીને લઇ ગયો ગયો હતો અને આજવા ખાતે આવેલા એક હોટલમાં સગીરા સાથે તેના પર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ છથી સાત વખત મહિસાગર નદીના કાંઠે સિંધરોટ ખાતે ઝાડીઓમાં લઇને વારંવારા દૂષ્કર્મ ગુજાર્યું હતું. જેની ફરિયાદ 31 જાન્યુઆરી 2021ના રોજ સિટી પોલીસ સ્ટેશનમાં નોંદાવાઇ હતી. જેથી પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ થઇ હતી. જેથી તત્કાલીન પીઆઇ વી આર વાણિયાએ તપાસ શરૂ કરીને સગીરાના નિવેદનો તેમજ સીઆરપીસી કલમ 164 મુજબ બયાન લેવામાં આવ્યું હતું. જેમાં આરોપી અઝીમુદ્દીન સૈયદની ધરપકડ કરીને મડિકલ સહિતના પુરાવા એકત્રીત કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. ત્યારે આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં નોંધાયો હતો. ત્યારે સરકારી વકીલ એડી. પીપી પી સી પટેલ દ્વારા સગીરાના નિવેદન સહિતના વિવિધ ઠોસ પુરાવા સાથે દલીલો કરાઇ હતી. જે કેસ સ્પેશિયલ જજ (પોક્સો) અને ત્રીજા એડી. સેસન્સ જજ એમ ડી પાન્ડેયની કોર્ટમાં ચાલી જતા વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને 20 વર્ષીસ સખત કેદની સજા તથા 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત દંડ ના ભરે તો વધુ બે માસની સજા કવા સાથે ભોગ બનનાર સગીરાને એક શીશુ જન્મેલુ હોય સગીરા તથા બાળક માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે પણ કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.