પ્રતિનિધિ વડોદરા તા.14
મકરપુરા એરફોર્સ વિસ્તારમાં નિવૃત્ત આર્મીના કર્મચારીએ 10 વર્ષીય સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપીને શારીરિક અપડલા કર્યા હતા. સગીરાએ માતા પિતાને જાણ કરતા પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે નિવૃત આર્મીના કર્મચારીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
મૂળ પંજાબનો શખ્સ આર્મીમાંથી નિવૃત થયા બાદ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ કમ્પાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. એરફોર્સ કમ્પાઉન્ડમાં સફાઇ કામગીરી કરવા માટે શ્રમિક માતા પિતા સાથે એક 10 વર્ષની સગીર દીકરી પર રહે છે. 14 નવેમ્બરના રોજ સગીર દીકરી કમ્પાઉન્ડમાં રમી રહી હતી. જ્યારે તેના માતા પિતા કામગીરી કરવા ગયા હોય તેની પાસે જોવા મળ્યા ન હતા. તે દરમિયાન 45 વર્ષીય નિવૃત આર્મીનો કર્મચારી સગીર દીકરી પાસે પહોંચી ગયો હતો અને તેને ચોકલેટ આપવાની લાલચ આપીને તેને ખુણામાં લઇ ગયો હતો અને સગીરાના શારીરિક અપડલા કરવા લાગ્યો હતો. દરમિયાન સગીરા ગભરાઇ ગઇ હતી અને તેના માતા પિતાને બુમો પાડવા લાગી હતી. જેથી તેના માતા પિતા દોડી આવ્યા હતા તેની પૂછપરછ કરતા સિક્યુરિટી ગાર્ડવાળાએ તેની સાથે કરેલી હરકત અંગે જણાવી હતી. જેથી સગીરાના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે નિવૃત આર્મીના કર્મચારીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે.