Vadodara

વડોદરા: શ્રી નારાયણ વિદ્યાલય દુર્ઘટના બાદ બંધ,ઓનલાઈન શિક્ષણ કાર્યથી બાળકો ઘરે નહિ ભણતા વાલીઓ ચિંતાતૂર..

નારાયણ વિદ્યાલયમાં વાલીઓ એકત્ર થઈ રજૂઆત કરતા ગોળ ગોળ જવાબ મળ્યા :

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ મદદની તૈયારીઓ દર્શાવવામાં આવી :

વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયની બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. અને સદ્નસીબે મોટી જાનહાની થતા ટળી હતી. જે બાદથી આ શાળા બંધ કરી દેવામાં આવી હતી. હાલ, વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ઓનલાઇન શિક્ષણથી બાળકોનું ભવિષ્ય જોખમમાં જણાતા વાલીઓ મોટી સંખ્યામાં શાળાએથી એલસી સર્ટીફીકેટ લેવા પહોંચ્યા હતા. ત્યારે શાળાના તંત્ર દ્વારા તેમને ગોળ ગોળ જવાબો આપવામાં આવી રહ્યા છે. જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે.

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ વધુ એક વખત શાળા ખાતે પહોંચ્યા હતા અને સંચાલકો પાસેથી બાળકોની એલસી પરત માંગવામાં આવી હતી. પરંતું સંચાલકો દ્વારા તેમને ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે. જેથી તમામને ડીઇઓ પાસેથી મદદની આશ લગાવી છે. વાલીઓએ જણાવ્યું હતું કે, બાળકો ભણવાને લઇને શાળા સંચાલકો-ટ્રસ્ટીઓ કંઇ કરતા નથી. શિક્ષકો કોઇ જવાબ આપતા નથી. એક મહિનાથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. બાળકો ઘરે ભણતા નથી. એટલી તેમને સમજ પડતી નથી. જેવું શાળામાં ભણતર મળે તેવું ઘરે ન મળે. છઠ્ઠા ધોરણથી બીજી શાળામાં લેવામાં આવ્યા છે. બાળકોને નીચે બેસીને ભણાવે તો પણ મને વાંધો નથી. અમારા બાળકોનું ભવિષ્યનું શું ! અન્ય એક વાલીએ જણાવ્યું કે હું મારા બાળકની એલસી સર્ટીફીકેટ લેવા આવી છું. અહીંયના મેડમો અમને ગોળ ગોળ જવાબ આપે છે. આ સિલસિલો બે-ત્રણ દિવસથી ચાલી રહ્યો છે. આખી સ્કુલના બધા જ વાલીઓ ગોળ ગોળ ફરી રહ્યા છે. ટ્રસ્ટીઓ કોઇ જવાબ આપતા નથી. રોજ અમને ટ્રસ્ટીઓ ધક્કા ખવડાવી રહ્યા છે. બાળક ઓનલાઇન ભણવામાં ગેમ રમી રહ્યો છે. બીજી કોઇ શાળામાં એડમિશન મળે તો સારૂ. ડીઇઓ દ્વારા પણ આ પ્રકારે એડમિશન ન થાય તેમ જણાવ્યું. સ્કુલ એલસી આપે તો અન્ય સ્કુલ દ્વારા એડમિશન આપી શકાય. ટ્રસ્ટીઓ કહે છે કે, સ્કુલને સીલ મારવામાં આવી છે, જેથી એલસી આપી ન શકાય. બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. હાલ,પ્રશાસન દ્વારા શાળા સંચાલકો દ્વારા અમારી પાસે શાળાના સ્થળ ફેરફારની માંગ કરવામાં આવી હતી. ત્યારે અમે તેમની પાસેથી પૂરક માહિતી માંગી હતી. જેમાં સ્થળ ફેરફાર ક્યા પ્રકારે અને ક્યાં કરવા માંગો છો, તે સંબંધિત માહિતી માંગવામાં આવી હતી. તેઓ આધાર પુરાવા રજૂ કરશે, જો તેઓ તેમ નહી કરી શકે તો શાળાની માન્યતા રદ્દ કરવામાં આવશે. અને બાળકોને અન્યત્રે શિફ્ટ કરવામાં આવશે. બાળકોના વાલીઓએ નિશ્ચિંત રહેવાની જરૂર છે. નજીકની શાળામાં બાળકોને એડમિશન કરાવી આપવામાં આવશે. કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત નહી રહે.

શાળાની માન્યતા અંગે અને બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા અંગે શાળાને નોટીસ પાઠવવામાં આવી છે. તેમના દ્વારા સમયની માંગણી કરવામાં આવી હતી. તેઓ અન્ય સ્થળે ખસેડવા માંગે છે, તેના વિષેની ફાઇલ મોકલી હતી. તેમાં વધુ વિગતો રજુ કરવા માટે કહ્યું છે. વાલીઓ એલસી સર્ટીફીકેટ માંગે તો શાળા આપવા બંધાયેલી છે, તે વાલીઓનો અધિકાર છે. અમારા સુધી એકલ-દોકલ ફરિયાદો આવી હતી. તેની સામે અધિકારી દ્વારા બાળકોને કઇ શાળામાં મુકવા છે, તે અંગેની પુછપરછ કરવામાં આવી હતી. જેથી તે શાળામાં વાત કરીને શાળા પ્રવેશની કાર્યવાહી પૂર્ણ કરી શકાય. પરંતુ અમને લેખિતમાં કે અન્ય કોઇ વિદ્યાર્થી કે વાલીના નામજોગ ફરિયાદ મળવા પામેલ નથી. કોઇ ફરિયાદ ધ્યાને મુકશે, તો તે જ દિવસે એલસી મળે તેવા આદેશ કરીશું. આજુબાજુની જે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોઇ જગ્યા ખાલી છે કે નહી તે જોઇને, શાળાને એલસી વગર એડમિશન આપે, જરૂરત જણાય તો આ કિસ્સામાં પાલિકા સાથે સંવાદ કરીને જેટલા આધાર-પુરાવા કાઢવાની જરૂરીયાત છે, તેટલા પુરતી વ્યવસ્થા થાય તે માટે પરામર્શ કરવામાં આવશે. સીલ ન ખુલે તો અને વાલીઓ સીધો સંપર્ક કરશે, તો એલસી વગર અને ભવિષ્યમાં આપવાની શરતે શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે આદેશ કરીશું. જ્યાં વિદ્યાર્થીઓ-વાલીઓને અગવડ પડતી હશે, ત્યાં અમે મદદ કરીશું. ખાનગી શાળા હોવાથી તેમણે તેમની વ્યવસ્થા જાતે કરવાની હોય છે. આ એક વિશિષ્ઠ કિસ્સો ગણીને મદદ કરવામાં આવશે. : રાકેશ વ્યાસ,જિલ્લા શિક્ષણાધિકારી

Most Popular

To Top