Vadodara

વડોદરા : શ્રી નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ સંચાલકોએ ગંભીરતા દાખવી, હવે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપશે

દીવાલ તૂટી પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા :

પાલિકાએ કડક કાર્યવાહી કરી સ્કૂલને સીલ મારતા બાળકોના શિક્ષણને લઈ સવાલો ઉઠ્યા હતા :

વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દીવાલ ધસી પડવાના મામલે પાલિકા દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવી હતી. ત્યારે, હવે શાળાના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ સામે સવાલ ઉભો થયો છે. દુર્ઘટના બાદ શાળા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે ડીઈઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે સંચાલક મંડળ દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંગળવારથી શિક્ષકો ઓનલાઇન અભ્યાસ કરાવશેનો નિર્ણય લેવાયો છે. ત્યાં સુધી વૈકલ્પિક રીતે નવી ઈમારત શોધી નાંખવામાં આવશે.

નારાયણ વિદ્યાલયના આચાર્ય જીતેન્દ્રકુમાર પરમારે જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી સાથે વિચાર વિમર્શ કરી આજસુધી ત્રણ દિવસ રજા જાહેર કરી હતી. ડીઈઓને રજૂઆત કરી હતી જેથી તેમણે અમને ઓનલાઈન શિક્ષણનો એક વિકલ્પ આપેલો છે. એટલે હવે વિદ્યાર્થીઓનો અભ્યાસ વધુ બગડે નહિ એ માટે અમે લોકો મંગળવારથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરી રહ્યા છે. એની સાથે સાથે બાળકોને ઓફલાઈન શિક્ષણ મળે તે માટે અમારા સંચાલક મંડળ સાથે વિચારણા કરી આની સાથે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આટલા વિસ્તારમાં બિલ્ડીંગની કોઈ વ્યવસ્થા થાય એની માટે અમે જલ્દીથી જલ્દી ઓફલાઈન કાર્ય શરૂ કરીએ એના માટે અમે સખત વિચાર વિમર્શ કરી રહ્યા છે. અમે ટૂંક સમયમાં જેવી વ્યવસ્થા થઈ જશે કે તરત જ અમે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરીશું. સાથે સાથે અમે જે તે દિવસનો અભ્યાસક્રમ બાળકોનો બગડ્યો છે. ઓનલાઈન શિક્ષણની અંદર પણ બાળકોને આમતેમ થશે તો એ અભ્યાસક્રમ રજાઓના દિવસોમાં પણ દિવાળી વેકેશન અટકાવીને પણ તે સરભર કરી આપીશું તેવી શાળા તરફથી બાંહેધરી આપું છું. વાલી મિત્રો બાળકોના શિક્ષણનું ટેનશન ન લેય. અમે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે પુરા પ્રયત્ન અમારું સંચાલક મંડળ અમે શાળાના કર્મચારીઓ કરી રહ્યા છે.

Most Popular

To Top