શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં કઢીમાં જીવાત નીકળી હોવાના ગ્રાહકે આરોપ લગાવ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.31
કડક કાર્યવાહીના અભાવે હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ખાદ્ય ચીજ વસ્તુઓ આમ વાત બની ગઈ છે. ત્યારે હવે શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ગ્રાહકને પીરસવામાં આવેલી કડી ખીચડી પૈકી કઢી માંથી વંદો નીકળ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

વડોદરા શહેરમાં કેટલાક તત્વો હવે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કડક કાર્યવાહી નહીં થતા આજે પણ આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ પફ હોય મીઠાઈ હોય રસગુલ્લા હોય કે પછી દહીં હોય આ તમામ ખાદ્ય પદાર્થોમાં ફૂગ ચડેલી અથવાતો જીવ જંતુઓ નીકળવાના અનેક કિસ્સાઓ અગાઉ બની ગયા છે. ત્યારે હવે એક હોટલમાંથી ગ્રાહકને પીરસવામાં આવેલી કઢી માંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર પાસે આવેલી શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં એક ગ્રાહક જમવા માટે ગયું હતું. જેમણે કઢી ખીચડીનો ઓર્ડર આપ્યો હતો. જે પૈકી કઢીમાં મરેલો વંદો નીકળતા ગ્રાહક રોષે ભરાયા હતા અને હાજર સ્ટાફને બોલાવી આ ઘટના અંગેથી વાકેફ કર્યા હતા. જોકે ફરજ પર હાજર રેસ્ટોરેન્ટના સ્ટાફે આ થાળી અંદર લઈ જઈ સમગ્ર મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલા ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે લોકો ખોડિયાર નગર પાસે આવેલી ખોડીયાર ઢાબામાં જમવા માટે આવ્યા હતા, અમે લોકોએ ખીચડી કઢી ઓર્ડર કરી હતી, તો એની અંદરથી કોકરોજ નીકળ્યો હતો. ત્યારે, એમાંથી રેસ્ટોરન્ટના બધા સ્ટાફને બોલાવી બતાવ્યું હતું. તો એ લોકોએ કબૂલ્યુ પણ હતું. કે કોકરોજ નીકળ્યો છે. બાદમાં એ પ્લેટ અંદર લઈ ગયા અંદર મૂકી દીધી પછી એ લોકો અમે દસ વખત કીધું તો પણ પ્લેટ બહાર લાવ્યા નહીં.