Vadodara

વડોદરા : શ્રીહરિ ટાઉનશીપમાં પાણી ચોરીનો પર્દાફાશ, પાંચ મોટરો જપ્ત

વડોદરા શહેરમાં હાલ અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા છે. જો કે પાલિકા આ સમસ્યાને પહોંચી વળવા માટે કાર્યો પણ કરી રહી છે. આમ છતાં કેટલીક જગ્યાએ સ્થાનિકો નિયમોને અવગણીને ડાયરેક્ટ લાઈન પર મોટર લગાવી પાણી ખેંચી લેતા હોય છે. આમેં પાણીની ચોરી ગણાવીને વહીવટ તંત્ર દ્વારા હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા રચાયેલા ખાસ સ્ક્વોડે તાજેતરમાં મકરપુરાની બે સોસાયટી બાદ આજવા રોડ પાસે આવેલી શ્રીહરિ ટાઉનશીપમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઓચિંતા ચેકિંગ દરમિયાન પાંચ રહેણાંક મકાનમાં નળની લાઈનમાં સીધી મોટર લગાવીને પાણી ખેંચાતું હોવાની ફરિયાદો સત્ય સાબિત થતાં તંત્રએ તરત જ મોટરો જપ્ત કરી લીધી અને દંડ ફટકાર્યો. કામકાજ દરમ્યાન પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર હેમલ રાઠોડની ટીમે આ કામગીરીને અંજામ આપ્યો. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે મોટર જપ્ત કર્યા બાદ તે પરત આપવામાં નહીં આવે અને આવનાર સમયમાં પણ નિયમ ઉલ્લંઘન કરનાર સામે આ રીતે જ કડક કાર્યવાહી થશે.

પાણીની નળીકા પર સીધી મોટર લગાવવી માત્ર ચોરી જ નહીં, પણ જે લોકોને યોગ્ય રીતે પાણી મળવું જોઈએ તેમને પણ નુકસાન થાય છે. અગાઉ પણ મકરપુરા વિસ્તારમાં રિયા બંગ્લોઝ અને અયોધ્યા ટાઉનશીપમાંથી પાલિકાની પાણી પુરવઠા વિભાગે મોટર જપ્ત કરી અને દંડ વસૂલવામાં આવ્યો હતો. આવનાર સમયમાં હજુ પણ કોર્પોરેશન દ્વારા સતત ચેકિંગ હાથ ધરાશે અને શહેરમાં પાણીની આ રીતે થતી ચોરી અટકાવાશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top