Vadodara

વડોદરા : શ્રાવણના છેલ્લા શનિવારે હરણી ભીડભંજન હનુમાન મંદિરે પારંપારિક મેળો યોજાશે

મોટી સંખ્યામાં ઉમટતા ભક્તોને લઇને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ

પ્રતિનિધિ વડોદરા તા.30

શહેરના હરણી ભીડ ભંજન હનુમાન મંદિર ખાતે શ્રાવણ મહિના છેલ્લા શનિવારે પારંપારિક રીતે મેળો યોજાતો હોય છે. ત્યારે મેળામાં મોટી સંખ્યામાં ઉમટતા ભાવિક ભક્તો લઇને જાહેરજનતાને મુશ્કેલી ના પડે માટે પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. 31 ઓગષ્ટના રોજ સવારે 7 વાગ્યાથી મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામુ અમલમાં રહેશે.

શ્રાવણ મહિના છેલ્લા શનિવારના રોજ હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે પારંપારિક રીતે મેળો યોજવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે પણ 31 ડિસેમ્બરને શ્રાવણ મહિના છેલ્લા શનિવાર નિમિત્તે પણ મેળાનું આયોજન કરાયું છે. ત્યારે મેળાવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે દર્શનાર્થીઓ એકત્રી થવાની સંભાવનાને પગલે જાહેર જનતાના મુશ્કેલી ના પડે તેના માટે તથા ટ્રાફિકનું સુચારુ રીત સંચાલન થાય તેવા ઉમદા હેતુસર પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પિક  વ્યવસ્થા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. જેમાં 31 ઓગષ્ટના રોજ સવારના 7 વાગ્યાથી ભીડભંજન હનુમાનજી મંદિર મેળો પૂર્ણ ન થાય ત્યા સુધી જાહેરનામુ અમલમાં રહેશે. તમામ પ્રકારના વાહનો માટે ડાઇવર્ઝન પણ અપાયા છે.

– તમામ વાહનો માટે પ્રતિબંધિત રસ્તા જાહેર કરાયાં

 હરણી જૂના જકાતનાકા સર્કલ, ઉર્મી બ્રિજથી હરણી જુના જકાતનાકા સર્કલ થઇ, હરણી મુક્તિધામ ત્રણ રસ્તાથી તથા ડમરૂ સર્કલ (મોટનાથ મહાદેવથી ચાર રસ્તાથી) ગદ સર્કલ થઇ ભીડ ભંજન હનુમાન મંદિર તરતફ જઇ શકાશે નહી. વૈકલ્પિક વ્યવસ્થા :  હરણી જુના જકાતનાકા થઇ મેટ્રોલ હોસ્પિટલ રોડ, ઉર્મી બ્રિજ ત્રણ રસ્તા, એબેક્સ સર્કલ, ઉર્મિ બ્રિજથી અમિતનગર બ્રિજ તરફ, એબેક્સ સર્કલ થઇ, હરણી મુક્તિધામ ત્રણ રસ્તાથી મોટનાથ મહાદેવ ચાર રસ્તા, સમા લિંક રોડ સમા ટી પોઇન્ટ તથા ડમરુ સર્કલથી સમા લિંક રોડ , એબેક્સ સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે.

– ભારદારીઓ વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ

ભારદારી એસટી બસ સહિતના વાહનો માણેક પાર્ક સર્કલથી હરણી રોડ થઇ, હરણી જુનાજકાતનાકા સર્કલ, ગોલ્ડન બ્રિજ નીચેથી હરણી રોડ, દેણા બ્રિજ નીચેથી મોટનાથ રોડ તથા એબેક્સ સર્કલથ મોટનાથ તળાવથી ગદા સર્કલ તરફ જઇ શકાશે નહી. ઉપરાંત માણેકપાર્ક સર્કલથી અમિતનગર બ્રિજ નીચેથી ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તા, એબેક્સ સર્કલ, ગોલ્ડન બ્રિજ નીચેથી દેણા બ્રિજ, દેણા બ્રિજ નીચેથી દુમાડ બ્રિજ, એબેક્સ સર્કલથી દુમાડ બ્રિજ તરફ તથા અમિતનગર બ્રિજ થઇ જે તે તરફ જઇ શકાશે.

Most Popular

To Top