Vadodara

વડોદરા : શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો 600% પ્રોફિટ મળશે તેમ કહી બિઝનેસમેન સાથે રૂ.62 લાખની ઠગાઈ

વડોદરા તારીખ 19

અલકાપુરીમાં રહેતા અને બંસલ મોલની ફ્રેન્ચાઇઝી ચલાવતા બિઝનેસમેનને ઓનલાઇન શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી 600% પ્રોફિટ કમાવાની લાલચ આપીને રૂપિયા 62.47 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. ટ્રેડિંગ એપમાં પ્રોફિટ સાથે રકમ બતાવતી હોય બિઝનેસમેને ઉપાડવા કહેતા માત્ર 47 હજાર જ ઉપાડી આપ્યા હતા. જ્યારે બાકીના રૂ. 62 લાખ ઉપાડવા કહેતા ઠગોએ તમારે રૂપિયા ઉપાડવા હોય તો બીજા રૂપિયા ભરવા પડશે તેમ કહ્યું હતું અને રૂપિયા વિડ્રો કરી આપ્યા ન હતા. જેથી બિઝનેસમેને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ ઉપર આવેલા કાશી વિશ્વેશ્વર ટાઉનશિપમાં રહેતા અજય બાબુભાઈ અગ્રવાલ બંસલ સુપર માર્કેટની ફ્રેંચાઇઝી ચલાવે
ગત 18 મેના રોજ મોબાઈલમાં સર્ચિંગ કરી રહ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક જાહેરાત આવી હતી. જેમાં લોકો ઈન્વેસ્ટમેન્ટ રિલેટેડ કામ કરતાં હોવા સાથે 600% રીટર્ન આપવા બાબતેની જાહેરાત બતાવતા હતા. જેથી બિઝનેસમેને જાહેરાત પર ક્લિક કરતાં એક મોબાઈલ નંબર મળ્યો હતો. તે નંબર ઉપર ફોન કરતાં સામેવાળાએ ફોન રિસીવ કર્યો ન હતો. થોડીવાર બાદ સામેથી તેમના વોટ્સેપ નંબર પર અંગ્રેજીમાં મેસેજ કર્યો હતો. જેમાં એક લિંક હતી. જેમાં NILESH LODAYA’S ASSISTANT અને અમે લોકોને બલ્કમાં શેર ખરીદાવીએ છીએ અને તેમાં તમને સારો એવો પ્રોફિટ મળે છે. જો તમે ઈ-વેસ્ટ કરવા માંગતા હોય તો મોકલેલ લિંક પર ક્લિક કરો તેવું લખાણ લખેલું હતું. જેથી તેઓએ મેસેજમાં આવેલ લિન્ક પર ક્લિક કરતાં ANDROID OR IPHONE બે ઓપ્શન આવ્યા હતા જેમાંથી તેઓએ એક સિલેક્ટ કરતા એપ્લીકેશન ખુલી હતી. જેમાં એકાઉન્ટમાં જઈ ઇન્વિટેશન કોડ નાખતા રજીસ્ટ્રેશન થઈ ગયું હતું અને તેમને એક ગ્રુપમાં એડ કર્યા હતા. જે ગ્રુપમાં 4 એડમીન અને 145 મેમ્બર હતા તેમજ ajay agrawal’s exclusive guidance group51ના grupમાં તેમને એડ કરતા સાથે 4 મેમ્બર હતા. એપ્લીકેશન ઓપન થયા બાદ તેઓએ એક બેન્ક એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેમાં બિઝનેસમેને 5 હજાર જમા કરાવતા વોટ્સેપ મેસેજમાં સામાવાળાએ આ કોર્પોરેટ કામ છે. તેમાં આટલી નાની એમાઉન્ટ ના ચાલે. જો તમારે ઓછા રૂપિયાથી ઈન્વેસ્ટમેન્ટ કરવુ હોય તો તમે બીજી એપ્લિકેશનો કે બીજા કોઈ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અમારી સાથે કામ કરવું હોય તો ઓછામાં ઓછા રૂ.1 લાખથી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત કરવી પડશે એમ તેમને સારો પ્રોફીટ આપવાનું મેસેજમાં જણાવી તેઓના અલગ અલગ બેંક એકાઉન્ટ મોકલી શેરમાર્કેટના અલગ અલગ પ્લાન ખરીદવા માટે રૂપીયા ભરવા જણાવ્યુ હતું. સારો પ્રોફિટ મળશે તેવા મેસેજ વાંચીને બિઝનેસમેન પણ લાલચમાં આવી ગયા હતા અને તેમના તેમજ કંપનીના 3 એકાઉન્ટમાંથી ઠગોએ જણાવેલા બેંક ખાતામાં ટુકડે ટુકડે કરી રૂ.62.47 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ટ્રેડીંગ એપમાં પ્રોફિટ પ્રોફિટ સાથેની રકમ દેખાતી હતી. તેઓએ રકમ ઉપાડવા માટે કહેતા સામાવાળાએ માત્ર રૂ.47 હજાર પ્રથમ આપ્યા હતા જ્યારે અને બીજા રૂપિયા 62 લાખ વિડ્રો કરવા જતાં વિડો થતાં ના હતા. જેથી બિઝનેસમેને ઈન્વેસ્ટ તેમજ પ્રોફિટના પૈસા વિડો કરવા માટે પૈસાની માંગણી કરતાં તેઓએ જણાવ્યુ હતું કે આવી રીતે પ્રોફીટ કાપીને તમારા ઈન્વેસ્ટ કરેલા રૂપિયા પરત નહી થાય. SEBIના નિયમ મુજબ બીજા રૂપિયા ભરશો તો જ તમારા રૂપિયા તમે વિડ્રો કરી શકશો. આમ બહાના બતાવીને ઠગોએ રૂ 62 લાખ પરત નહીં કરીને બિઝનેસમેન સાથે ઠગાઈ આચરી હતી. આ અંગે બિઝનેસમેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top