પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ સાથે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બહાને ઠગોએ રૂ. 10.67 લાખ ખંખેરી લીધા હતા. શરૂઆતમાં વિશ્વાસ કેળવવામાટે રૂ.1.43 લાખ પરત કર્યા હતા. પરંતુ બાકી રહેલા રૂ.9.24 લાખની વારંવાર માગણી કરવા છતાં હજુ સુધી પરત નહિ કર્યા નથી. જેથી યુવકે ઠગો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
વડોદરાના તરસાલી નોવિનો રોડ પર રવિ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રશાંત ધનંજય માથને શિદ્ધી એકાઉટ્સ પ્રા.લી નામની કંપનીમા એકાઉન્ટન્ટ છે. 12 એપ્રિલના રોજ મોબાઈલ ફોનમાં ઓનલાઈન સોશિયલ મિડીયા એકાઉન્ટ પર જોઇ રહ્યા હતા. તે દરમિયાન શેર બજારમા ઇન્વેસ્ટ કરશો તો સારુ એવુ વળતર કમાવવાની એક જાહેરાત આવી હતી. જેથી તેઓ એડની લિંક પર કલીક કરતા મોબાઈલ નંબર એક વોટ્સેપ ગ્રુપમા એડ થઇ ગયો હતો. જે ગ્રુપમાં એડમીન તરીકે બે લોકોના મોબાઈલ નંબર આપેલા હતા. ગ્રુપમા શેરમાર્કેટમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું સાથે સારુ વળતર મેળવવુ તે બાબતે તમામ ટીપ્સ આપવામાં આવતી હતી. તેઓએ આ ગ્રુપમા પંદર દીવસ સુધી તેઓના ડેમો જોયા હતા. ત્યારબાદ એકાઉન્ટન્ટે પણ કસ્ટમ કેર નંબર પર મેસેજ કરીને શેર માર્કેટમા ઇન્ટરેસ્ટ છે અને તેઓએ પણ આ તેમાં ઇન્વેસ્ટ કરવા માટે ઇચ્છા ધરાવે છે. જેથી સામાવાળાએ 3 મેના રોજ વોટ્સએ૫ મારફતે તેઓની એપ્લીકેશન લીંક એકાઉન્ટન્ટ પર મોકલી અને તેમાં તેમને રજીસ્ટ્રેશન કરવા માટે કહ્યું હતું. તેઓએ પણ લીંકમાં તેમનું નામ, પાનકાર્ડ નંબર ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે તેમને આ એપ્લીકેશનમા રૂ.10 હજાર બોનસ પણ ચુકવાયું હતું. થોડીવાર બાદ તેઓને કસ્ટમર કેર ઉપરથી મેસેજ દ્વારા આઈપીઓ ભરવા માટે કહ્યુ હતુ. જેથી તેઓએ 11 મેના રોજ તેમના બેંક એકાઉટમાથી તેમની એપ્લીકેશનમાંથી આપવામાં આવેલા 12 એપ્રિલથી 8 જુન 2024 સુધી શેર માર્કેટમા ઈન્વેસ્ટ કરવાનુ જણાવી જુદા જુદા બેંક ખાતાઓમાં રૂ. 10.67 લાખ ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે રૂ.1.43 લાખ તો પરત કર્યા હતા પરંતુ બાકી રહેલા રૂ 9.34 લાખ વારંવાર માગણી કરવા છતા હજુ સુધી પરત ચૂકવ્યા નથી. જેથી એકાઉન્ટન્ટે સાયબર ક્રાઇમમાં ઠગો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
– પ્રોફિટ સાથે એપમાં રૂ.35.86 લાખ બતાવતાહોવા છતા રૂપિયા ઉપડયા નહી અને વધુ રૂ. બે લાખ ભરવા કહેતા ઠગાઇનો અહેસાસ થયો
એકાઉન્ટન્ટે તેમના કહેવા મુજબ વિવિધ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. જેથી વેબસાઇટમાં તેમના દ્વારા ભરેલી રકમ અને પ્રોફિટ સાથે રૂ.35.86 લાખ બતાવતા હતા. જેમાંથી તેઓએ રૂપિયા ઉપાડવા પ્રયાસ કર્યા હતા પરંતુ વિડ્રોઅલ થયા ન હતા. જેથી તેઓ કસ્ટમર કેર નંબર મેસેજ કરી જાણકરતા તેઓએ ખોટી માહિતી ભરી છે જેથી તમારુ એકાઉન્ટ ફ્રીજ થઇ ગયું છે. તમારુ એકાઉન્ટ ખોલવા માટે રૂ. બે લાખ ભરવા પડશે જેથી એકાઉન્ટન્ટને તેમની સાથે ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતા વધુ રૂપિયા ભર્યા ન હતા.