વડોદરા તા.13
શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઇ કરી રુ.48 લાખની ઠગાઈ કરનાર ટોળકીના સાગરીતની સુરતથી સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી.
હાલ શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપી છેતરપીંડી કરવાના ગુનાઓ દિનપ્રતિદિન વધતા જાય છે. ત્યારે વધુ એક શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ફરિયાદી સગાઈ કરવામાં આવી હતી. બીજા બાજુએ ફરિયાદીને તેઓને વ્હોટસએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેમા શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. જેમાં રીઅલ ટાઇમ સ્ટોક માર્કેટનો ભાવ દેખાતો હતો. શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ ના બદલામાં ટુકડે ટુકડે તેમના ખાતામાં કમિશનની રકમ જમા કરાવવામાં આવી હતી. જેથી તેમને વિશ્વાસ આવી જતા તેઓ પાસેથી અલગ કંપનીના શેર ખરીદવાના બહાને રુપીયા 49.90 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. તેઓએ જાતે રૂપિયા ઉપાડવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ નાણાં ઉપડ્યા ન હતા. તેઓએ સામેવાળાને રૂપિયા વીડ્રો કરીને ફરિયાદીને પરત કરવા જણાવેલ પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કર્યા ન હતા. જેથી તેઓએ 48.02 લાખની છેતરપિંડી થઈ હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવીને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ ના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીનું લોકેશન સુરત ખાતેનું મળ્યું હતું જેના આધારે સાયબર ક્રાઇમની ટીમે સુરત ખાતે પહોંચીને ઠગ કેવલ ભુપતભાઇ ખેની (રહે,સુરત) ધરપકડ કરી લીધી હતી. વડોદરા લાવ્યા બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીએ શાહેદોના બેંક ખાતાઓમાં 2 કરોડથી વધુની ફોડની રકમ ટ્રાન્સફર કરાવી, રોકડ મેળવી સહાઆરોપીઓને સોપી દેતો હતો. જેના માટે તે આર્થિક લાભ મેળવતો હતો. તેમજ લોકોના બેંક ખાતાઓ ખોલાવી સહઆરોપીઓને સપ્લાય કરવાનું કામ પણ કરતો હતો.
વડોદરા : શેરમાર્કેટના બહાને ઠગાઈ કરી રૂ.48 લાખ પડાવનાર ટોળકીના સાગરીતની સુરતથી ધરપકડ
By
Posted on