વડી વાડી ફાયર બ્રિગેડ દ્વારા યુવકની કેનાલના પાણીમાં શોધખોળ, પોલીસે તપાસ કરતા મોપેડ ની ડીકીમાંથી મોબાઇલ મળ્યો, યુવકે મોબાઈલ ડિકીમાં મૂક્યો છે અને મોપેડ કેનાલ પાસે મૂક્યું છે તેવો બહેનને મેસેજ કર્યો
વડોદરા તારીખ 29
વડોદરા શહેર નજીક આવેલા શેરખી-ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવકે પડતું મૂક્યું હોવાનો કોલ મળતા વેંત જ ફાયર બ્રિગેડન જવાનો અને તાલુકા પોલીસ ઘટનાસ્થળની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલના પાણીમાં યુવકની લાશની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કેનાલમાં ડૂબ્યો હોવાની વાત વાયુ વેગે ફેલાતા આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.
વડોદરા જિલ્લાના શેરખી ભીમપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પરથી એક યુવકનું બિનવાસી હાલતમાં મોપેડ મળી આવ્યું હતું. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડ તથા તાલુકા પોલીસને કરાઈ હતી. જેથી વડી વાડી ફાયર સ્ટેશનનો સ્ટાફ તથા પોલીસની ટીમ તુરંત ઘટના આવી હતી અને પણ l ફાયર બ્રિગેડના જવાનો દ્વારા દ્વારા કેનાલના યુવક ની શોધ પણ શરૂ કરાઈ હતી જોકે હજુ સુધી લાશનો પતો લાગ્યો નથી. કેનાલના પાણીમાં પડતું મૂકનાર યુવક પ્રાથમિક માહિતી મુજબ રાયપુરાનો રહેવાસી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. બીજી તરફ તાલુકા પોલીસે યુવકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને યુવકના મોપેડ માંથી યુવકનો મોબાઈલ પણ મળી આવ્યો છે. જેના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવક ખાનગી લેબોરેટરીમાં નોકરી કરે છે. યુવક પરિણીત છે અને બે વર્ષનું બાળક પણ છે.
વડીવાડી ફાયર સ્ટેશનના સબ ઓફિસર જસ્મીન પટેલે જણાવ્યું હતું કે, શેરખી ભીમપુરા ખાતે યુવક કેનાલમાં કૂદ્યો હોવાનો કોલ ફાયર વિભાગના સીટી કમ કંટ્રોલ રૂમ તરફથી વડીવાડી ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો. જેથી હું તથા મારી ટીમના જવાનો બોટ સાથે કેનાલ ઉપર પહોંચી ગયા હતા અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. કેનાલમાં કૂદતા પહેલા યુવકે તેના પરિવારને મેસેજ કર્યો હતો કે, મોબાઈલ ડિક્કીમાં મૂક્યો છે અને ટુ વ્હીલર કેનાલ પાસે મૂક્યું છે. પરંતુ કોઈ વ્યક્તિએ આને કેનાલમાં કુદતા જોયો નથી અમે યુવકને શોધી રહ્યા છે.