Vadodara

વડોદરા : શેરખીની રૂ. 1.93 કરોડ જમીન માત્ર રૂ. 16.66 લાખ ચુકવી બે ઠગોએ વૃદ્ધા પાસેથી પડાવી લીધી

આપણે એક ગામના છે અમે તમારી સાથે ખોટુ કરીશુ નહી તેમ કહી બાનાખત પર સહી પણ કરાવી લીધી, હજુ સુધી બાકીના રૂ.1.76 લાખ નહી ચુકવતા બે ઠગો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

પ્રતિનિધિ વડોદરા તા.20

વડોદરા પાસે આવેલા શેરખી ગામમાં 71 વર્ષિય વૃદ્ધા મળીને મહિલાઓની માલિકીની જમીન તેમના ગામના બે શખ્સોએ પડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોણા 1.93 કરોડની જમીન હોવા છતાં ઠગોએ મહિલાઓ માત્ર 16.66 લાખ આપીને બાકીને રૂ.1.76 લાખ નહી આપ્યા હોવા છતાં સહી કરીને ખોટી રીતે બાનાખત કરાવી લીધુ હતુ.  મહિલાએ વડોદરા તાલુકા પોલીસ મથકમાં બે ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભાજપના કાર્યકર સહિતના બંને ઠગોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

સાવલી તાલુકાના સુજાપુર પોઇચા રાણીયા ગામ રહેતા જીબાબેન પુજાભાઇ ગોહિલ (ઉં.વ71) વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, શેરખી ગામમાં તેમની વડીલો પાર્જીત જમીન આવેલી છે. તેમના પિતાનું 50 વર્ષ પહેલા નિધન થયું હતું. જમીનના વારસદાર તરીકે કપીલાબેન રાવજી પઢીયાર અને લીલાબેન ગણપતભાઇ રાજપુતના નામ રેકોર્ડમાં હતા. ધર્મેન્દ્ર રાવજીભાઇ ગોહીલ તથા અરવિંદસિંહ ગુલાબસિંહ રણાએ અમારી પાસે આવીને હવે જમીનની દેખરેખ વાળુ કોઇ ન હોય અને જમીન વેચવા માગતો હોય તો ગામના યોગેન્દ્રસિંહ જગદેવસિંહ રાઉલજી અને ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર વેચાણથી રાખવા માંગે છે .જેથી તેમની સાથે તેઓએ મીટીંગ કરી હતી અને રૂ. 1.93 કરોડમાં  જમીન આપવાનું નક્કી થયું હતું. ખરીદનાર પીયરપક્ષના હોવાથી કોઇ લેખિત કરાર કર્યો ન હતો. થોડાક સમય બાદ યોગેન્દ્રસિંહે આવી કહ્યું કે જમીનના કાગળો બનાવવાના છે. જેથી  હુ તમારા ઘરે  આણંદના ઓડ ખાતે આવુ છુ તમે અન્ય મહિલાઓના આધારકાર્ડ સાથે બોલાવી રાખજો. ત્યારબાદ તે અમને વકીલની ઓફીસે લઇ જઇ જમીન વેચાણનું બાનાખત તૈયાર કર્યું હતુ. જેમાં જમીન વેચાણથી અમે તેમને આપીએ છીએ તેવું લખ્યું હતું. તેઓ પરિચીત હોવાથી ભરોસો રાખીને બાનાખતમાં ફોટા ચોંટાડી સહી કરી આપી હતી. ત્યારબાદ યોગેન્દ્રસિંહે રૂ. 23 લાખના ત્રણ ચેક આપ્યા હતા. ત્યારબાદ કોઇ સરકારી કચેરીમાં જઇને તેમના કહ્યા મુજબ જવાબો આપ્યા હતા. દસ્તાવેજ સમયે વિગતમાં જણાવેલા ચેક રૂ. 40 લાખના આપ્યા હતા હતા. જેથી યોગેન્દ્રસિંહને કહ્યું હતું કે રૂ. 1.93 કરોડની કિંમત છે તો 40 લાખના ચેક કેમ આપ્યો છે. ત્યારે ઠગોએ જે રકમનો સોદો થયો છે તેનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે. 1.93 કરોડનો દસ્તાવેજ બનાવાય તો સરકારમાં ઘણી રકમ ટેક્સ પેટે ચુકવવી પડશે. આપણે એક ગામના છીએ, હું તમને ખોટી રીતે નુકશાન પહોંચાડીશ નહી. વેચાણની જમીન રેવન્યુ રેકોર્ડમાં ચઢી જાય એટલે હિસાબ ચુક્તે થઇ જશે. જમીનના રૂ. 1.93 કરોડ સામે માત્ર રૂ.16.66 લાખ ચુકવીને બાકીના રૂ. 1.76 કરોડ રૂપિયા નહીં આપીને ઠગાઇ આચરાઇ હતી. પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે માજી તા.પં.ના સભ્ય નરેન્દ્રભાઇના ભાઇ ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર અને યોગેન્દ્રસિંગ જગદેવસિંહ રાઉલજી વિરુદ્ઘ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

ઠગો વિરુદ્ધ જમીન પચાવી પાડવા સહિતની પચાસથી વધુ ફરિયાદો

યોગેન્દ્રસિંહ રાઉલજી તથા ગજેન્દ્રસિંહ પરમારે જમીન પચાવી પાડવા માટે કાવતરુ રચ્યું હતું. મહિલાઓની રૂ.1.93 કરોડની જમીન વેચાણ દસ્તાવેજ કરીને પડાવી લીધા બાદ તેમને માત્ર 16.66 લાખ પરત આપ્યા હતા. તેઓએ આપેલા રૂ.23 લાખના ચેકો ગજેન્દ્રસિંહના એકાઉન્ટમાં પૈસા ના હોવાના કારણે પરત આવ્યા હતા. આ ઠગોનું કામ જ લોકોની જમીન ગેરકાયદે પચાવી પાડવાનું છે. તેની સામે અત્યાર સુધીમાં ઠગાઇની 50થી વધુ પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બે પૈકી એક આરોપી ભાજનો કાર્યકર છે.

Most Popular

To Top