વડોદરા મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધભાઈ દેસાઈનું અવસાન થયું છે. તેમને હાર્ટ અટેક આવતા બેન્કર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીધ દેસાઈનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. દુઃખદ બનાવથી પરિવારજનો સહિત પાલિકાના પદાધિકારીઓ અને સમિતિના સભ્યોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીધ દેસાઈનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આજે તેઓ તેમના નિવાસ્થાને ઘરે હતા. તે દરમિયાન ગભરામણ અબે ચક્કર આવતા તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ હૃદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થયું હોવાની પુષ્ટિ કરી હતી. તેમના નિધનથી પરિવારજનો સહિત પાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
અત્રે નોંધનીય બાબતે છે કે આ પહેલા પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હિતેશ પટણીને પણ સમિતિના કમાટીબાગ ખાતે આયોજિત થતા બાળમેળામાં અંતિમ દિવસે છાતીમાં દુખાવો થતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પણ હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું હોવાની પુષ્ટિ થઈ હતી ત્યારે સતત બીજા અધ્યક્ષનું પણ હૃદય રોગના કારણે નિધન થતા શોકનું મોજું ફરી વળ્યું હતું
નિશિતભાઈ દેસાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા

તેઓનું પરિવાર, તેમના પિતા વિનોદ ચંદ્ર દેસાઈ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના સમયથી સક્રિય સભ્ય રહ્યા હતા. ભૂતકાળ માં 1985ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હતા. પરંતુ તે સમયના પ્રદેશ પ્રમુખ મકરંદભાઈ દેસાઈની તરફેણમાં ઉમેદવારી કરવાની અનિચ્છા જાહેર કરી હતી. નિશીતભાઇ દેસાઈ પણ બાળપણથી જ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે કાર્યરત હતા. અકોટા વિસ્તારમાં સામાજિક કાર્યો જાહેર ઉત્સવોના ઉજવણીથી પ્રજામાં લોકપ્રિય બન્યા હતા. વોર્ડ નંબર 12 મા ભાજપા
માં વિવિધ જવાબદારીઓ સહિત
પ્રમુખની જવાબદારી સફળતાપૂર્વક નિભાવતા તેઓને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા હતા. ત્યારબાદ એક વર્ષ પૂર્વે તેઓની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી.
માત્ર ટૂંકાગાળામાં સમિતિની શાળાઓમાં સુંદર વહીવટ કરી સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રયત્ન રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યક્રમોમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લઈ કાર્યકર્તાઓમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આવતીકાલે સ્મશાન યાત્રા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષીધભાઈ દેસાઈ નું આજરોજ અવસાન થયુ છે જેઓની અંતિમયાત્રા આવતીકાલ તારીખ ૨૯/૯/૨૫ ને સોમવારના રોજ સવારે 11:00 કલાકે તેમના નિવાસસ્થાન B/6, મંગલમ્ ટેનામેન્ટ, સલમુન સોસાયટીની બાજુમાં રાધા ક્રિષ્ના પીએફ ઓફિસ રોડ વડોદરા થી નીકળી વડીવાડી સ્મશાને જશે.